રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એમ.જી. હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓનો રોષ યથાવત છે અને આજે પણ તેમની ભૂખ હડતાળ ચાલુ છે. હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની નબળી ગુણવત્તા અને અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓએ અગાઉ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
વિદ્યાર્થીઓની ફરિયાદોને પગલે અગાઉ ફૂડ શાખા દ્વારા આ બાબતે તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગત સપ્તાહે મીડિયાના રિયાલિટી ચેકમાં પણ હોસ્ટેલના ભોજનને લગતી અનેક અનિયમિતતાઓ અને બેદરકારીઓ સામે આવી ચૂકી છે. આ તમામ છતાં વ્યવસ્થાઓમાં સુધારો ન થતાં ગતરોજ સાંજે ફરી એકવાર ભોજન ખરાબ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ભોજનમાંથી જીવડું નીકળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્ટેલના મેસમાં આપવામાં આવતા આ પ્રકારના પૌષ્ટિક અને ગુણવત્તા વગરના ભોજનથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. આખરે પોતાની ન્યાયની માંગણી અને વહેલી તકે યોગ્ય ભોજન તથા સુવિધાઓ મેળવવા માટે મજબૂર બનીને વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયાના જુવાનગઢ ગામે કૂવામાં ખાબકેલા શિયાળ સહિત સર્પનું રેસ્ક્યુ
September 22, 2026 01:03 PM1 ઓક્ટોબરથી FDના નિયમો બદલાશે, વ્યાજ પર શું અસર થશે? A-ટુ-Z વિગતો જાણો
September 22, 2026 12:53 PMહાલારના ૨.૬૧ લાખ બેંક ખાતામાં રૂપિયા ૧૦૧ કરોડ બિનવારસુ..!
September 22, 2026 12:50 PMપિતૃ પક્ષમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
September 22, 2026 12:45 PMદ્વારકા: ઓખા ન.પા.ની ચુંટણી માટે ભાજપે લીધી સેન્સ
September 22, 2026 12:43 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
