ઈરાન અને અમેરિકા વચ્ચે એપ્રિલથી ચાલી રહેલા યુદ્ધના લીધે અમેરિકાને પણ ભોગવવું પડું છે. એવું નથી કે ઈરાનની સ્થિતિ જ વણસી છે, અમેરિકાને પણ વ્યાપક નુકસાન થયું છે.પેન્ટાગોન વોચડોગના રીપોર્ટમાં ખુલાસો થયો છે કે ઈરાનના હત્પમલાથી ૮ દેશોમાં અમેરિકન સૈન્ય મથકો અને દૂતાવાસોને વ્યાપક નુકસાન પહોચ્યું છે.
૨૮ ફેબ્રુઆરીથી ૩૦ જૂન સુધીના સમયગાળા માટે સંરક્ષણ વિભાગના ઇન્સ્પેકટર જનરલ દ્રારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ઈરાની હત્પમલાઓએ કુવૈત, બહેરીન, કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, ઇરાક, ઓમાન અને જોર્ડનમાં યુએસ ઠેકાણાઓ પર સેંકડો ઇમારતો અને માળખાઓને નુકસાન પહોંચાડું અને નાશ કર્યેા.આ હત્પમલાઓએ યુએસ સેન્ટ્રલ કમાન્ડને તેના કર્મચારીઓ, લશ્કરી સંપત્તિઓ અને સંગ્રહ સુવિધાઓને સ્થાનાંતરિત કરવાની ફરજ પાડી. આનાથી ઈરાક અને કુવૈતમાંથી લશ્કરી તબીબી હેલિકોપ્ટર પાછા ખેંચવાની પણ ફરજ પડી, અને ઘાયલોને જમીન દ્રારા સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા.
અહેવાલો અનુસાર, બહેરીનમાં યુએસ નેવીના પ્રાદેશિક બેઝને થયેલા નુકસાનથી લશ્કરી કામગીરી અને નવી સુવિધાઓની સ્થાપના માટે નોંધપાત્ર પડકારો ઉભા થયા છે. કાર્યકારી નેવી સેક્રેટરી હગં કાઓએ તાજેતરમાં જણાવ્યું હતું કે ઈરાની હુમલાઓએ બેઝને નોંધપાત્ર નુકસાન પહોંચાડું છે.આ વિનાશને કારણે હિંદ મહાસાગરમાં ડિએગો ગાર્સિયા ટાપુનો ઉપયોગ દરિયાઈ લોજિસ્ટિકસ હબ તરીકે થયો. આ વ્યૂહાત્મક પરિવર્તનથી યુએસ સૈન્યના પુરવઠા ચક્રમાં ૧૪ થી ૧૮ દિવસનો વધારો થયો.આ પુરવઠાની અછત અને લશ્કરી મેઇલ સિસ્ટમમાં વિક્ષેપથી પર્સિયન ગલ્ફમાં તૈનાત યુએસ ખલાસીઓ દ્રારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને યુએસએઆઈડીના ઇન્સ્પેકટર જનરલના કાર્યાલયના સહયોગથી તૈયાર કરાયેલા આ અહેવાલમાં અંદાજ છે કે ઈરાની હત્પમલાઓથી મધ્ય પૂર્વમાં યુએસ રાજદ્રારી સુવિધાઓને આશરે ૧૮૪ મિલિયન ડોલરનું નુકસાન થયું છે.
માર્ચની શઆતમાં, બે ઈરાની ડ્રોને રિયાધમાં યુએસ એમ્બેસી સંકુલ પર હુમલો કર્યેા હતો, જેના કારણે સીઆઈએ સ્ટેશન સહિત વ્યાપક નુકસાન થયું હતું.વધુમાં, દુબઈમાં ડ્રોન હત્પમલામાં કોન્સ્યુલેટ બિલ્ડિંગને નુકસાન થયું હતું, યારે કુવૈતી દૂતાવાસમાં હુમલો થયા પછી ઘણા મહિનાઓ સુધી કામગીરી બધં રાખવામાં આવી હતી.૨૩ ફેબ્રુઆરીથી ૩૦ જૂન દરમિયાન, ચાલુ હત્પમલાઓ અને અસુરક્ષાને કારણે આશરે ૩,૫૦૦ રાજદ્રારી કર્મચારીઓને પ્રદેશમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બહેરીન, ઇરાક, જોર્ડન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં કામ કરતા બિન–કટોકટી કર્મચારીઓ અને તેમના પરિવારોને ફરજિયાત સ્થળોએ સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, કેટલાક રાજદ્રારીઓ અને તેમના પરિવારો હવે ધીમે ધીમે પાછા ફર્યા છે, અને મર્યાદિત કામગીરી ચાલી રહી છે. આ વિગતવાર અહેવાલ ત્યારે આવ્યો છે યારે યુએસ લશ્કરી અને ગુચર અધિકારીઓ ગંભીરતાથી વિચારી રહ્યા છે કે શું યુદ્ધ પછી મધ્ય પૂર્વમાં યુએસ કર્મચારીઓ અને લશ્કરી સાધનોમાં ભારે ઘટાડો કાયમી બનાવી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application20 ઓક્ટોબરથી દારૂ સસ્તો થશે, 95% વસ્તુઓના ભાવ ઘટશે, ભારત-ન્યુઝિલેન્ડ ફ્રી ટ્રેડ ડીલથી રાહત
September 21, 2026 06:51 PMગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોર વધશે: 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
September 21, 2026 05:09 PMફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી, પોલીસે કારણો સમજાવવા પડશે: સુપ્રીમ કોર્ટ
September 21, 2026 04:07 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
