સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ગત ૯ સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ કોઈ આકસ્મિક દુર્ઘટના નહોતી, પરંતુ એક પૂર્વ આયોજિત અને ચોંકાવનારૂં ષડયંત્ર હોવાનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. માત્ર ૧૦ હજાર રૂપિયાના બાકી પગારની તુચ્છ અદાવતમાં માલિકને પાઠ ભણાવવા માટે માર્કેટની દુકાનના જ એકાઉન્ટન્ટે માત્ર ૧૫૦ રૂપિયાના પેટ્રોલથી ૧૪ દુકાનો સળગાવીને રાખ કરી દીધી હતી. તેના આ પાગલપન અને ગુસ્સાના કારણે અંદાજે ૨૪ કરોડ રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું, અને આ ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમોને ૩૮ કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટના છઠ્ઠા માળે પહોંચતો સ્પષ્ટ નજરે પડે છે. ત્યારબાદ તે પોતાની બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ કાઢીને દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ પર ધ્યાનપૂર્વક છાંટીને આગ ચાંપી દે છે. શરૂઆતમાં માચીસથી આગ લગાવવામાં તે નિષ્ફળ રહ્યો હતો, પરંતુ બીજા જ પ્રયાસમાં તે સફળતાપૂર્વક આગ ચાંપવામાં સફળ રહ્યો હતો. આગ ભભૂકતા જ તે પેસેજ તરફ ભાગી ગયો હતો અને પાછળ વળીને આગ બરાબર લાગી છે કે નહીં તેની ખાતરી પણ કરી હતી. તમામ દુકાનોની બહાર કાપડના ભારે પાર્સલ પડેલા હોવાથી આ આગ અતિશય વિકરાળ બની હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૩૩ વર્ષીય આરોપી વિનોદ પંડિત સાવલે શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર ૬૩૯ (જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલ)માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. એપ્રિલ ૨૦૨૬માં ૩૦ હજારના પગારે નોકરી શરૂ કર્યા બાદ, એકાઉન્ટનું કામ બરાબર ન આવડવાને કારણે માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર સાથે તેનો વિવાદ થયો હતો, જેને પગલે તેણે જૂન મહિનામાં નોકરી છોડી દીધી હતી. જોકે, તેને પોતાના ૧૦ હજાર રૂપિયા લેવાના બાકી હોવાનું લાગતું હતું અને માલિક દ્વારા પૈસા ન આપવા પર રોષે ભરાઈને તેણે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.
આ પ્લાનને અંજામ આપવા માટે વિનોદે દેવધ ગામના પેટ્રોલ પંપથી ૧૫૦ રૂપિયાનું પેટ્રોલ પ્લાસ્ટિકની થેલી અને બોટલમાં ભરાવ્યું હતું. ૮ સપ્ટેમ્બરની રાત્રે ૯ વાગ્યે તે માર્કેટમાં ઘૂસી ગયો હતો અને પાંચમા માળે પગથિયાં પર સંતાઈને બેસી રહ્યો હતો. રાત્રે ૧૨:૩૦ વાગ્યે જ્યારે આખું માર્કેટ સુમસાન બન્યું, ત્યારે તેણે આ કારસ્તાન કર્યું હતું. ગુનો આચર્યા બાદ જ્યારે સોશિયલ મીડિયા પર આગની ઘટના વાયરલ થઈ અને પોતાના પર એફઆઈઆર (FIR) નોંધાઈ હોવાની ખબર પડી, ત્યારે તે ગભરાઈને મોબાઈલ બંધ કરી પત્ની અને બાળક સાથે રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર અને અયોધ્યા ભાગી ગયો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે 'વિશ્વાસ પ્રોજેક્ટ'ના કેમેરા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપી ડિંડોલી પરત ફરતા જ તેને ઝડપી પાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application20 ઓક્ટોબરથી દારૂ સસ્તો થશે, 95% વસ્તુઓના ભાવ ઘટશે, ભારત-ન્યુઝિલેન્ડ ફ્રી ટ્રેડ ડીલથી રાહત
September 21, 2026 06:51 PMગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોર વધશે: 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
September 21, 2026 05:09 PMફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી, પોલીસે કારણો સમજાવવા પડશે: સુપ્રીમ કોર્ટ
September 21, 2026 04:07 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
