જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો

  • September 15, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જીલ્લામાં રવિવારથી શરૂ થયેલ વરસાદ આજે ત્રીજા દિવસે ધીમો પડ્યો છે. પરંતુ બે દિવસમાં જિલ્લામાં સરેરાશ ૮ ટકા વરસાદ નોંધાયો. સૌથી વધુ ભેસાણમાં ચાર ઇંચ જ્યારે સૌથી ઓછો વંથલીમાં માત્ર હળવા ઝાપટા નોંધાયા છે. જંગલ અને બીલખા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે સૌથી વધુ ભેસાણમાં ચાર ઇંચ, માળીયાહાટીનામાં સાડા ત્રણ, વિસાવદરમાં અઢી, માંગરોળમાં બે ,મેંદરડા અને માણાવદરમાં દોઢ, કેશોદમાં એક, જૂનાગઢમાં અડધો ઇંચ, જ્યારે વંથલીમાં હળવા ઝાપટા નોંધાયા હતા. ચોમાસુ અંતિમ ચરણમાં હોવાથી વરસાદની ઘટ ના કારણે ખેડૂતો અને લોકો ચિંતાતુર થયા હતા. જોકે ભાદરવા પ્રારંભેજ મેઘ મહેર થતા જિલ્લાના તમામ તાલુકાઓમાં નદી નાળા ડેમમાં નવા ની આવક શરૂ થઈ છે. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ગત વર્ષે છ વખત ઓવરફ્લો થયો હતો પરંતુ આ વખતે મોડે મોડે ચોમાસાના અંતિમ ચરણમાં સિઝનમાં સૌપ્રથમ વખત ઓવર ફ્લો થતાં શહેરીજનો માં ખુશી છવાઈ છે જંગલ વિસ્તારમાં વરસાદના કારણે દાતાર અને વિલિંગડન ડેમમા  પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News