પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ઓવરહેડ ઈક્વિપમેન્ટ (ઓએચઈ) વીજ થાંભલાઓ પર વાંદરાઓ ચઢી જવાથી થતી શોર્ટસર્કિટ અને ટ્રેનો મોડી પડવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝન દ્વારા આશરે 30 હજારથી વધુ વીજ થાંભલાઓ પર 'એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ' અને 'બર્ડ ડિટરન્ટ ડિસ્ક' લગાવવામાં આવશે, જે પાછળ અંદાજે 9.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
અમદાવાદ ડિવિઝનમાં 1450 કિમીથી વધુ ઈલેક્ટ્રિફાઇડ રૂટ પર આશરે 30 હજારથી વધુ ઓએચઈ થાંભલા આવેલા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થાંભલા પર વાંદરાં ચઢી જવાની 165થી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, એટલે કે દર મહિને સરેરાશ 25થી 30 વખત વીજ પુરવઠો ખોરવાય છે. વાંદરાંઓને કરંટ લાગવાથી મૃત્યુ થવાની સાથે વાયર તૂટવા અને શોર્ટસર્કિટના કારણે ટ્રેન વ્યવહાર કલાકો સુધી અટકી જવાની સમસ્યા સર્જાય છે.
આ સમસ્યાના નિવારણ માટે ગાંધીગ્રામ-બોટાદ રેલ રૂટ પર પ્રાયોગિક ધોરણે 1050થી વધુ એન્ટી મંકી ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા, જે અત્યંત સફળ સાબિત થયા છે. આ ડિવાઇસ લાગ્યા બાદ ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન લાઇનને નુકસાન અને વીજ સપ્લાય ખોરવાવાની ઘટનાઓમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ સફળતાને પગલે હવે ગાંધીગ્રામ-બોટાદ ઉપરાંત ધોળકા, પાલનપુર રૂટ તથા સાબરકાંઠા સેક્શન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ કામગીરી વિસ્તારવામાં આવી રહી છે.
એન્ટી મંકી ક્લાઇમ્બિંગ ડિવાઇસમાં લોખંડ, ધાતુ કે ફાઇબરની બનેલી ગોળાકાર અથવા શંકુ આકારની ડિસ્ક છે, જેને જમીનથી થોડા ઉપર થાંભલાના મધ્ય ભાગમાં ફિટ કરવામાં આવે છે. તેની લપસણી સપાટીને કારણે વાંદરાં ઉપર ચઢી શકતા નથી. પક્ષીઓ દ્વારા થાંભલા પર માળા બનાવવાથી કે સૂકી ડાળીઓ-કચરો ફેંકવાથી થતી શોર્ટસર્કિટ અટકાવવા માટે ખાસ સ્પાઇક્સ અને ડિસ્ક લગાવવામાં આવે છે.
ઓએચઈ ફોલ્ટ અને ટ્રીપિંગ ઘટવાથી ટ્રેનોનું સંચાલન નિયમિત અને સમયસર થશે. મુસાફરો હવે જંગલ કે અવાવરૂ વિસ્તારોમાં કલાકો સુધી અટવાઈ પડવાની હાલાકીથી બચી શકશે.
વીજ કરંટ લાગવાથી વાંદરાં અને પક્ષીઓના અકાળે થતાં મોત અટકાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૨૦૪ કિલો ગાંજા પ્રકરણમાં સપ્યાલર રિસીવરને પકડી પાડતી ક્રાઇમબ્રાંચ
September 22, 2026 02:21 PMસૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં મેઘરાજાનો વિરામ ગઇકાલે માત્ર ૪૫ તાલુકામાં ઝાપટાં
September 22, 2026 02:15 PMરાજયમાંથી આફ્રિકા મોકલેલા રૂ.૧૬૮ કરોડના મશીનમાં કૌંભાડ, જામનગરની ૬ ૫ેઢીની સંડોવણી..!
September 22, 2026 02:03 PMરાજધાનીમાં બાળકીઓ અસુરક્ષિત બળાત્કાર અને ગેંગરેપની બે ઘટના
September 22, 2026 01:56 PMભાણવડ: ભણગોર ગામે ૬૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા આક્રમક નંદીનું રેસ્કયુ કરાયું
September 22, 2026 01:34 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
