મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા અને જૂની એન્ટિક વસ્તુઓની લે-વેચનો વ્યવસાય કરતા હેમરાજભાઈ ભોજરાજભાઈ ધોલીયા(ઉ.વ ૪૭) એ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ દેવજીભાઈ પોરબીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૫/૦૬/૨૦૨૫ ના બપોરના બે વાગ્યાની આસપાસ તે ઘરે હતા ત્યારે બે અજાણ્યા શખસો ઘરે આવ્યો અને કહેવા લાગેલ કે, મને જુની એન્ટીક વસ્તુઓ ખરીદવાનો શોખ છે અને મને બધી વસ્તુઓ બતાવો. જેથી વેપારી કહ્યું હતું કે, પહેલા મને પેમેન્ટ કરાવો પછી હું વસ્તુ બતાવુ. તો એક શખસે મારે કામ છે, હું જાવ છુ કહી જતો રહેલ હતો. જયારે બીજી વ્યક્તિએ કહેલ કે, તમે ચેક લાવો હું તમને ઓનલાઈન પેમેન્ટ કરાવી આપુ કહી તેને વેપારીને ચેકનો ફોટો પાડીને તેના મીત્રને મોકલી કહેલ કે, તમારા ખાતામાં હુ ઓનલાઇન પેમેન્ટ કરાવુ છું. બાદમાં તે તેના મિત્રને કોલ કરવા લાગેલ જયારે તેનો મીત્ર કહેતો હોય કે, ટાવર નથી આવતો થોડીવારમાં પેમેન્ટ કરાવુ. તે તેના મિત્રને વારંવાર કોલ કરવા લાગેલ અને કહેતો હોય થોડી જ વારમાં પેમેન્ટ કરાવુ તેમ કરતા કરતા બે-અઢી કલાકનો સમય પસાર થઇ ગયો હતો.
બાદમાં વેપારીએ કહ્યું હતું કે, હવે અત્યારે તમે જાવ રોકડા જ લઇને આવજો પછી હું તમને વસ્તુ આપીશ તેવું કહતા આ વ્યક્તિ ત્યાથી જતો રહ્યો હતો. થોડી વારમાં તે વ્યક્તિ પરત આવી બોલાચાલી કરવા લાગેલ હતો અને તેની પાસેની બેગમાંથી છરી કાઢી મને બતાવી કહેલ કે, વસ્તુ આપી દે અને ખોટા દેકારા કરતો નહી, નહીતર છરીના ઘા મારી દઇશ. મે દેકારો કરતા આજુબાજુના લોકો આવી જતા અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. બાદમાં વેપારી પોલીસને જાણ કરી મારા એક્ટિવામાં તેનો પીછો શરૂ કર્યો હતો. દરમિયમ પોલીસ પીસીઆર આવી જતાં પોલીસે તેને પકડી લઇ નામ પૂછતાં તેણે પોતાનું નામ મહેશભાઈ દેવજીભાઈ પોરબીયા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech