સૌથી જુની ૧૧૦૦ ગાયોના નિભાવ કરતી પાંજરાપોળની આજીવન ગૌદાનની યોજનામાં પણ સહભાગી બનવા દાતાઓને અનુરોધ
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે ૧૫૨ વર્ષ જુની છે. ત્યાં ૧૧૦૦ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ - વૃધ્ધ - સુરદાસ - બિમાર તથા માતા વગરના ગાયોના નાના વાછરડાઓને રોજ દૂધ પિવડાવીને વર્ષોથી નિભાવ કરવામાં આવે છે.
જામનગરની પાંજરાપોળ ગૌશાળામાં દરેક ગાય માતાને જુદા જુદા વાડામાં રાખવામાં આવે છે. બિમાર-સુરદાસ-અપંગ-વૃધ્ધ-નાની વાછરડીના વાડાઓ અલગ તથા તેના માટેનો ખોરાક પણ નિયમીત લીલુ-મકાઇ-ગોળ-ખોળ કપાસીયા તમામ જરૂરીયાત મુજબ આપવામાં આવે છે. ગૌશાળામાં ૨૪ કલાક વર્ષોથી પશુ ચિકિત્સકની સેવા ઉપલબ્ધ કરાવાઇ છે.
જામનગર શહેર અને જીલ્લામાં અનેક સેવાભાવી સંસ્થા તથા બહોળા પ્રમાણમાં સેવાભાવી દાતાઓ છે. જે સર્વેને જામનગર પાંજરાપોળના સંચાલકોની વિનંતી છે કે એકવાર રૂબરૂ પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લ્યો અને પરિવાર અથવા મિત્ર વર્તુળ વગેરેને બતાવો કે પાંજરાપોળમાં ગાયોનો નિભાવ કઇ રીતે થાય છે.
આ ઉપરાંત જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે, જામનગર જીલ્લામાં લાલપુર તાલુકામાં આવેલા નાના ખડબા ગામમાં પણ બીજી પાંજરાપોળ ગૌશાળા તરીકે વર્ષોથી કાર્યરત છે. આ બંને ગૌશાળા ૧૫૨ વર્ષથી હજારો અબોલ મુંગા જીવોનો આજીવન નિભાવ કરતી સંસ્થા છે. જેમાં બારેમાસ સેંકડો નિરાધાર પશુઓ અકસ્માતમાં ધવાયેલા પશુઓને વિના મુલ્યે સારવાર અપાય છે.
હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનો પર્વ આપણા માટે ખુબ જ મોટો તહેવાર તો છે જ. પણ સાથે સાથે આપણા જીવનમાં પુણ્યનું ભાથુ બાંધવા માટે ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાંતિદાન ગાય માતા માટે કેટલું અમુલ્ય છે કે જેનાથી મુક પ્રાણીને ખોરાક - પાણી - સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળામાં હવા ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહીને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.
આ સાથે જામનગરના પાંજરાપોળના સંચાલકો દ્વારા છોટી કાશીના સર્વે દાતાઓને અપીલ કરવામાં આવે છે કેે જામનગર પાંજરાપોળ ગૌેશાળા લીમડાલાઇન ભુમી પ્રેસની બાજુમાં આવેલી છે. જયાં આપણા સર્વે પિતૃ માટે મકર સંક્રાતિના દિવસે ગાયોને દાન આપી ખુબ જ મોટું પુણ્ય મેળવવા અને પાંજરાપોળમાં દાન આપવા સર્વેને અપીલ છે.
આજીવન ગૌ-દાન માટેનું આયોજન
(૧) જામનગરની પાંજરા પોળમાં આજીવન ગૌ દાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આપ આપના પિતૃઓની પુણ્યતિથિ, જન્મ દિવસ, શુભ પ્રસંગ, ઘરનું વાસ્તુ માટે આજીવન દાન રૂા. ૧૫,૦૦૦/- આપવા થી તેના વ્યાજની રકમમાંજ આપે આપેલી તિથિના દિવસે ગાયોને ઘાસ ચારો આપના પરિવારના હસ્તે નાખવામાં આવશે તેમજ પાંજરાપોળના કાયમી બોર્ડ પર દાતાઓનું નામ પણ રહેશે.
(૨) સંસ્થાની ઓફીસમાં કાયમી ફોટો તથા તિથિ દાનના રૂા. ૩૦,૦૦૦/-નું દાન નકકી કરાયું છે.
(૩) ગાય માતાને લીલો ચારો, ખોળ-ગોળ, કપાસીયા, લાડું નું દાન પક્ષી માટે ચણનું દાન, બિમાર ગૌવંશ માટે દવાનું દાન આપવાથી માતા પિતા તેમજ સર્વે પિતૃઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે.
(૪) કોરોનાની મહામારી બાદ જામનગરની પાંજરા પોળમાં દાનની આવક ખુબજ ઘટી ગઇ ત્યારે જામનગરની પાંજરાપોળના સંચાલકો દ્વારા શહેરના શ્રેષ્ઠીગણ દાતાશ્રીઓને મકરસંક્રાતિના દિવસે બહોળા પ્રમાણમાં દાન આપવા માટે તેમજ ગૌ શાળામાં આપના બાળકોને ગાયમાતાના આર્શિવાદ લેવા અચુક પધારવા પાંજરાપોળના સંચાલકો દ્વારા નમ્ર વિનંતી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech