2.44 લાખના પિતળના સળીયા, બાઇક સહિતનો મુદામાલ રિકવર
જામનગર નજીક દરેડ જીઆઇડીસીમાં એક કારખાનામાંથી બ્રાસના માલની ચોરી થઇ હતી જે ફરીયાદના આધારે તપાસ કરીને પોલીસે ભેદ ઉકેલી નાખી બે શખ્સોને કુલ 2.95 લાખના મુદામાલ સાથે પકડી લીધા છે અને વધુ પુછપરછ હાથ ધરી હતી.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ દાખલ થયેલ ચોરીના ગુનાઓ તાત્કાલીક શોધી કાઢી આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જેથી ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન મુજબ પંચ-બીના પીઆઇ વી.જે. રાઠોડની રાહબરી હેઠળ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાંથી 2.44 લાખની પિતળની ચોરીનો બનાવ બન્યો હતો જે ફરીયાદના આરોપીઓને પકડી પાડવા ટુકડી પેટ્રોલીંગમાં હતી.
દરમ્યાન ખાનગી બાતમીદારોથી હકીકત મેળવી પંચ-બીના એએસઆઇ એમ.એલ. જાડેજા, કોન્સ. જયદીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે દરેડ મસીતીયા રોડ ફાર્મના ગેઇટ પાસેથી મસીતીયા ગામના નવી સોસાયટીમાં રહેતા મજુરી કામ કરતા અજીમ યુસુફ ખીરા અને દરેડ મસીતીયા રોડ સ્કુલની આગળ રહેતા વિપુલ અરવિંદ ચુડાસમા નામના બે શખ્સોને મુદામાલ સાથે પકડી લીધા હતા.
પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ 453 કિ.ગ્રા.ના પિતળના સળીયા કિ. 2.44.620 તથા એકસેસ બાઇક નં. જીજે10ડીપી-2077 અને એક ગ્લાઇન્ડર મશીન મળી કુલ 2.95.620નો મુદામાલ રીકવર કર્યો હતો, આમ પોલીસે ચોરીનો ભેદ ગણતરીમાં ઉકેલી નાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇકોના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
May 22, 2025 02:14 PMગારિયાધાર તાલુકાના નાનાચારોડીયા ગામેથી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા
May 22, 2025 02:10 PMપાંચતલાવડાના તલાટી મંત્રી નિયમિત રીતે અનિયમિત, લોકોના કામ સ્થગિત
May 22, 2025 02:07 PMકંગના રનૌતને વર્ષો પહેલા ફિલ્મ નકારવા માટે મળી હતી ધમકી
May 22, 2025 02:06 PMયાત્રાધામ માધવપુરમાં ત્રણ જગ્યાએ ગેરકાયદેસર ખાણ ઉપર તંત્ર ત્રાટકયુ
May 22, 2025 02:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech