ભાણવડના ત્રણ પાટીયા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા કિશનભાઈ દિનેશભાઈ આહીર (ઉ.વ. ૨૧) નામના વેપારી યુવાન સાથે ખેત પેદાશની ધાણીની દલાલી બાબતે ઝઘડો કરી અને વેરાડ ગામના નિર્મળ કેશુ જોગલ અને શીવા ગામના મિલન હમીર કનારા નામના બે શખ્સો દ્વારા તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે માર મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
જામનગરમાં નજીવી બાબતે યુવાનને માર માર્યો: સામે કેમ જુવે છે તેમ કહીને એક શખ્સ વિફર્યો
જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં સામે કેમ જુવે છે તેમ કહી એક યુવાનને ઝાપટ અને ઢીકાપાટુનો માર માર્યાની પવનચકકી પાસે રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના દિ.પ્લોટ-૫૮માં રહેતા શુભમ સુરેશભાઇ કનખરા (ઉ.વ.૧૮) તથા સુજલ લખીયર મોટરસાયકલ લઇને તા. ૨ સાંજના સુમારે જતા હતા એ વખતે ચિરાગ પોતાનું મોટર સાયકલ લઇને આવેલ અને દિ.પ્લોટ-૫૪ ડેરી સામે ઉભા રાખીને તું કેમ મારી સામે જુવે છે તેમ કહી અપશબ્દો બોલી શુભમને એક ઝાપટ ઝીંકી દીધી હતી.
તેમજ ઢીકાપાટુનો માર મારીને ધમકી દઇ નાશી છુટયો હતો, આ અંગે શુભમ દ્વારા ગઇકાલે સીટી-એમાં પવનચકકી પાસે રહેતા ચિરાગ અશોક ગંઢા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech