જામનગર નજીક ઠેબા ચોકડી પાસે એક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના કંડકટર તેમજ એક મુસાફરને ઇજા થઈ છે. જે બનાવ અંગે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ જૂનાગઢના માણાવદર ના વતની એસટી બસના ચાલક રમેશભાઈ દેવાનંદભાઈ પીઠડીયા કે જેઓ આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં જામનગર નજીક બાયપાસ રોડ પર ઠેબા ચોકડી પાસેથી જી.જે ૧૮- ઝેડ ૬૭૨૭ નંબરની એસટી બસ લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે પૂર ઝડપે આવી રહેલા જીજે -૪ એ.ટી. ૭૬૦૧ નંબર ના ટ્રક ના ચાલકે એસટી બસને સાઈડના દરવાજાના ભાગેથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો.
જે અકસ્માતમાં એસ.ટી. બસના કંડકટર કમલેશભાઈ તથા દરવાજા પાસે બેઠેલા પેથાભાઇ નામના એક મુસાફરને ઈજા થઈ હતી, જે બંનેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે. ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે એસ.ટી. બસના ચાલકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
***
કલ્યાણપુર નજીક બુલેટની ઠોકરે બાઈક સવાર મહિલા ઈજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા હુસેનભાઈ જુસબભાઈ સુમરાણી નામના ૪૯ વર્ષના યુવાન તેમના પત્ની નફીસાબેનને સાથે લઈને તેમના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે હર્ષદ રેલવે ફાટકની બાજુમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ એચ. ૮૨૬૫ નંબરના એક બુલેટ મોટરસાયકલના ચાલકે હુસેનભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં નફીસાબેન હુસેનભાઈ સુમરાણીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હુસેનભાઈની ફરિયાદ પરથી બુલેટ મોટર સાયકલના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
***
રાજપરા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત: બાઈક ચાલક ઇજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામના વાડી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ રામભાઈ વારોતરીયા નામના ૨૮ વર્ષના આહીર યુવાન તેમના જી.જે. ૧૦ એ.આર. ૯૫૮૦ નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે રાજપરા ગામથી સુર્યાવદર તરફ જતા રસ્તે ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. ૧૦ એ.સી. ૭૨૪૫ નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે નિલેશભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કલ્યાણપુર પોલીસે નિલેશભાઈ વારોતરીયાની ફરિયાદ પરથી સ્વીફ્ટ મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
***
નરમાણામાં કારની હડફેટે મહિલાને ફ્રેકચર: જામનગર નજીક વાહનની ઠોકરે યુવાનને ગંભીર ઇજા
જામજોધપુરના નરમાણામાં કારચાલકે મહિલાને હડફેટે લઇને પગમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી જયારે જામનગર નજીક ફોરવ્હીલ ચાલકે બાઇકને હડફેટે લેતા એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી.
જામજોધપુરના નરમાણા ગામમાં રહેતા ભુરા ભીમાભાઇ વાલવા (ઉ.વ.૬૦) એ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં સફેદ કલરની ફોરવ્હીલના ચાલક સામે ફરીયાદ કરી હતી કે, તા. ૨૩ના રોજ નરમાણા બસ સ્ટેન્ડ આગળની ગોળાઇ પાસે કારચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ખીમીબેન (ઉ.વ.૫૬)ને હડફેટે લઇ પગમાં ઇજા પહોચાડી હતી આથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજા બનાવમાં જામનગર નજીક દરેડ ઘઉંના ગોડાઉન પાસે રહેતા ગંગુભાઇ રાયાભાઇ લુણા (ઉ.વ.૪૫) એ ફોરવ્હીલ ગાડી નં. જીજે૩૭જે-૮૯૧૨ના ચાલક સામે પંચ-બીમાં ગઇકાલે ફરીયાદ કરી હતી.
તા. ૨૫ના રોજ કારચાલકે રોન્ગસાઇડમાંથી ડીવાઇડર ટપીને મોટરસાયકલ નં. જીજે૧૦ડીપી-૦૨૮૩ સાથે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીના દિકરાને જમીન પર પછાડ દઇ શરીર, માથા અને કપાળના ભાગે ઇજાઓ પહોચાડી હતી, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech