રાજકોટ SOGની સફળ કામગીરી: જંકશન પ્લોટમાંથી 50 હજારથી વધુના ગાંજા સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો

  • May 06, 2025 10:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ SOGની સફળ કામગીરી: જંકશન પ્લોટમાંથી 50 હજારથી વધુના ગાંજા સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો


રાજકોટ શહેર એસ.ઓ.જી શાખાએ "Say No To Drugs" મિશન અંતર્ગત કાર્યવાહી કરીને આજે જંકશન પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સને માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા અને એન.વી.હરીયાણીની રાહબરી હેઠળ એ.એસ.આઇ. રાજેશભાઇ બાળા અને પો.હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમે જંકશન પ્લોટ શેરી નંબર-૧૫ પાસે લોહાણા ચાલની સામેથી મુકેશ ભગવાનદાસ તીવારી (ઉ.વ. ૪૪, રહે. મધ્યપ્રદેશ) નામના આરોપીને પકડી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી ૫.૦૧૫ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે ૫૦,૧૫૦ રૂપિયા છે. આ ઉપરાંત, પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા ૪૫૦ રૂપિયા પણ કબજે કર્યા છે. આરોપી એક લાલ અને બ્લુ કલરના થેલામાં આ ગાંજો લઈને જઈ રહ્યો હતો.
​​​​​​​

આરોપી મુકેશ તીવારી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના અન્ય પોલીસ કર્મચારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application