ગોજીનેશ સીમમાં ૧૦ પેકેટ સાંપડતા પોલીસ દોડી: તપાસનો ધમધમાટ
દ્વારકા જીલ્લામાં ફરી એકવાર બીનવારસુ ચરસનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે, ભાટીયા નજીક ગોજીનેસ સીમ ગુગળીયાબારુના દરીયા કાંઠેથી અલગ અલગ ૧૦ પેકેટ ચરસના મળી આવ્યા હતાં, જેની અંદાજે કિંમત રાુ. ૬.૬૧ કરોડ આંકવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા સામે કલ્યાણપુર પોલીસમાં ગુનો દાખલ કર્યો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર તથા દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સુચના મુજબ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા દરીયાઇ સુરક્ષાને લગત સુચના માર્ગદર્શન અનુસાર કલ્યાણપુરના પીઆઇ એમ.ડી. મકવાણા અને સ્ટાફ આ દિશામાં તપાસ કરી રહ્યા હતાં.
ગત તા.૨૯ના ભાટીયા આઉટ પોસ્ટ હેઠળ આવતા દરીયાઇ કાંઠા પર પેટ્રોલીંગ દરમ્યાન ગોજીનેસ સીમના દરીયાઇ કાંઠા વિસ્તારમાં ગુગળીયાબારુ પાસે એએસઆઇ કરશનભાઇ ચેતરીયા, કોન્સ્ટેબલ નિલેશ ચાવડા, ભીખાભાઇ ગાગીયા, એસઓજી દ્વારકા વિગેરે સ્ટાફને બીનવારસુ કાપડની બેગવાળા અલગ અલગ પેકેટ મળી આવ્યા હતાં.
દરમ્યાન તે બેગમાંથી કુલ ૧૦ પેકેટ મળી આવેલ, જેમાં ૧૩,૨૩૯ કી.ગ્રા. માદક પદાર્થ ચરસનો જથ્થો હોવાનું જાણમાં આવ્યું હતું. આ બીનવારસુ મળેલા ચરસના જથ્થાની અંદાજે કિંમત રાુ. ૬,૬૧,૯૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ આદરીયો છે અને આજુબાજુ દરીયા કીનારે કે કોઇ સંકાસ્પદ વસ્તુ બીનવારસુ ચીજ વસ્તુ મળી આવે કે દેખાય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન તેમજ દ્વારકા જિલ્લા કંટ્રોલરુમ અને એસઓજી પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિનાઓમાં દ્વારકા જિલ્લામાંથી અલગ અલગ વિસ્તારોના દરીયાકાંઠેથી બીનવારસુ ચરસનો જંગી જથ્થો મળી આવ્યો હતો અને જે-તે વખતે પણ પોલીસ દ્વારા આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતાં, દરમ્યાન વધુ કરોડોની કીંમતનો જથ્થો મળી આવ્યો છે. મળી આવેલા માદક પદાર્થના જથ્થા પર અફઘાન પ્રોડકટ એવું લખવામાં આવ્યું હોવાથી આ જથ્થો એ તરફથી આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
અગાઉ મળી આવેલા માદક પદાર્થોના પેકેટ વખતે ડ્રગ્સ માફીયાઓ પોલીસ અને સુરક્ષા એજન્સીઓના શખત પેટ્રોલીંગના કારણે ભીંસ વધતા માલ દરીયામાં ફેંકી દેતા હોવાનું તારસ લગાવવામાં આવ્યું હતું અને એ પછી ભરતી ઓટના કારણે પેકેટો તણાઇને કાંઠા પર આવતા હોવાનું પણ અનુમાન અગાઉમાં લગાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech