સેબીના પૂર્વ ચેરપર્સન માધબી પુરી બુચને હિંડનબર્ગ મામલે લોકપાલે ક્લીનચિટ આપી દીધી છે. લોકપાલની એન્ટિ-કરપ્શન બોડીએ હિંડનબર્ગ કેસમાં તેમની વિરુદ્ધની તમામ ફરિયાદોનો નિકાલ કરી દીધો છે. લોકપાલે જણાવ્યું છે કે બુચ વિરુદ્ધ તપાસનો આદેશ આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી.
લોકપાલે આદેશમાં કહ્યું, "અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ફરિયાદોમાં લગાવવામાં આવેલા આરોપો અનુમાન અને માન્યતાઓ પર આધારિત છે. આ ઉપરાંત આ મામલામાં કોઈ પણ વેરિફાઈડ મટીરિયલ મળ્યું નથી. તેથી તેમની વિરુદ્ધ કરવામાં આવેલી તમામ ફરિયાદોને ફગાવી દેવામાં આવે છે."
લોકપાલે કહ્યું, "ફરિયાદીઓએ આ સ્થિતિ પ્રત્યે સચેત રહીને રિપોર્ટથી સ્વતંત્ર રહીને આરોપોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમારા દ્વારા આરોપોના વિશ્લેષણથી આ નિષ્કર્ષ નીકળ્યો કે તે તમામ આરોપો અપ્રમાણિત, અપુષ્ટ અને તુચ્છ છે." આ ઉપરાંત લોકપાલે પોતાના આદેશમાં કહ્યું કે કોઈપણ આરોપમાં કોઈ દમ નથી.
લોકપાલે માધબી બુચ સામે 5 મુખ્ય આરોપોની તપાસ કરી
- માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચે અદાણી ગ્રુપમાં રોકાણ સાથે જોડાયેલા ફંડમાં મોટી રકમનું રોકાણ કર્યું હતું.
- કન્સલ્ટન્સી સર્વિસ ફીના નામે M&M અને બ્લેકસ્ટોન ઇન્ક. જેવી કંપનીઓ સાથે વ્યવહારો કરવામાં આવ્યા હતા.
- ભાડાની આવકના નામે વોકાર્ડ સાથે વ્યવહારો કરવામાં આવ્યા હતા.
- 2017 થી 2024 વચ્ચેના પાંચ વર્ષના સમયગાળામાં ICICI બેંકના ESOP વેચીને અન્યાયી નફો કરવામાં આવ્યો હતો.
- M&M અને બ્લેકસ્ટોન ઇન્ક. સંબંધિત બાબતોથી પોતાને દૂર રાખવાનો ડોળ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારત છોડો, અમેરિકી વિઝા રદ થતાં અસલી ટેન્શન તો ચીનને છે, આ વિદ્યાર્થીઓ પર મંડરાયો ખતરો
May 29, 2025 09:54 PMશું તમને ખબર છે? RBI નોટ છાપવા કેટલા રૂપિયા વાપરે છે અને સરકારને કેવી રીતે મદદ કરે છે!
May 29, 2025 07:55 PMપાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ
May 29, 2025 07:44 PMગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે
May 29, 2025 07:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech