જામનગર : હાલારમાં સવારે ઠંડો પવન, બપોરે ગરમી: તાપમાન ૩૧.૫ ડીગ્રી

  • October 09, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં બે દિવસથી ધીરે-ધીરે શિયાળાની છાંટ વર્તાઇ રહી છે, વ્હેલી સવારે ઠંડક અને બપોરના ગરમી જેવું વાતાવરણ જોવા મળ્યું છે, મિશ્ર ઋતુ શરૂ થઇ છે અને શિયાળાનું ધીરે-ધીરે આગમન શરૂ થઇ ચૂકયું છે ત્યારે છુટા-છવાયા ઝાપટાને બાદ કરતા હવે ચોમાસાની વિદાય નકકી હોવાનું હવામાન ખાતુ કહે છે અને આવા સમયે હાલારનું તાપમાન ૩૧.૫ ડીગ્રીએ રહ્યું છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૧.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૨ ડીગ્રી, હવામાં ભેજ ૯૩ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 


સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શકિત વાવાઝોડાના કારણે વરસાદની પણ શકયતા છે, ત્યારબાદ ધીમે-ધીમે ચોમાસાની વિદાય શરૂ થઇ જશે, જામનગર જિલ્લામાં છેલ્લા એક મહીનામાં પાછોતરો વરસાદ પણ સારો પડયો છે, જેને કારણે જે લોકોએ પાછળથી વાવેતર કર્યુ છે તે ખેડુતોને સારો એવો ફાયદો થશે, જો કે આ વખતે જિલ્લામાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application