દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન ચારેય તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક દીઠ ‘જનકલ્યાણ શિબિર’ યોજાશે

  • June 08, 2026 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન ચારેય તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક દીઠ ‘જનકલ્યાણ શિબિર’ યોજાશે

 


૧૨ વર્ષ વિશ્વાસના,વિકાસના, જનકલ્યાણના


કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે

 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન વિવિધ સ્થળોએ ‘જનકલ્યાણ શિબિર’ યોજાશે. આ શિબિરો જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ યોજવામાં આવશે. આ શિબિરો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો લાભ સીધો જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ જનકલ્યાણ શિબિરોમાં કેન્દ્ર સરકારની કુલ ૧૫ યોજનાઓ ઉપરાંત રાજ્ય સરકારના સેવાસતુ કાર્યક્રમમાં આવરી લેવાયેલ સેવાઓ સહિત કુલ ૫૫ જેટલી વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવશે. શિબિરમાં ખાસ કરીને આયુષ્માન ભારત, આયુષ્માન વયવંદના, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દીદી, વી.બી. જી.રામ જી યોજના તેમજ બેંકિંગ ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મહત્તમ નોંધણી થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત શિબિરોમાં સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે જનજાગૃતિ વધે તે માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિબિરના સ્થળે યોજનાઓ અંગેના બુકલેટ અને પેમ્પલેટનું વિતરણ કરી વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. 

ખંભાળિયા તાલુકામાં જિલ્લા પંચાયતની બજાણા બેઠક અંતર્ગતની શિબિર બજાણા પ્રાથમિક શાળા ખાતે તા.૧૨ જૂને, ભાડથર સીટ અંતર્ગતની શિબિર ભાડથર પ્રાથમિક શાળા ખાતે તા.૧૩ જૂને, ચારબારાની શિબિર ગોકલપર પ્રાથમિક શાળા ખાતે તા.૧૫ જૂને, ધરમપુરની શિબિર હાપીવાડી પ્રાથમિક શાળા ખાતે તા.૧૬ જૂને, હર્ષદપુરની શિબિર સામોર પ્રાથમિક શાળા ખાતે તા.૧૭ જૂને, શક્તિનગરની શિબિર કોલવા પ્રાથમિક શાળા ખાતે તા.૧૮ જૂને,વાડીનારની શિબિર વાડીનાર પ્રાથમિક શાળા ખાતે તા.૧૯ જૂને,વડત્રાની શિબિર મોવાણ પ્રાથમિક શાળા ખાતે તા.૨૦ જૂને યોજાશે. 

ભાણવડ તાલુકામાં જિલ્લા પંચાયતની કાલાવડ બેઠક અંતર્ગતની શિબિર મોડપર પ્રાથમિક શાળા ખાતે તા.૧૩ જૂને, સણખલા સીટ અંતર્ગતની શિબિર રૂપામોરા પ્રાથમિક શાળા ખાતે તા.૧૫ જૂને, ઢેબરની શિબિર પાછતર પ્રાથમિક શાળા ખાતે તા.૧૭ જૂને, વેરાડની શિબિર એમ.એન.જોગિયા માધ્યમિક શાળા ખાતે તા.૧૯ જૂને યોજાશે.

દ્વારકા તાલુકામાં જિલ્લા પંચાયતની બરડિયા બેઠક અંતર્ગતની શિબિર બરડિયા પ્રાથમિક શાળા તા.૧૫ જૂને, મીઠાપુર સીટ અંતર્ગતની શિબિર મીઠાપુર પ્રાથમિક શાળા તા.૧૭ જૂને તથા  વરવાળાની પ્રાથમિક શાળા,વરવાળા ખાતે શિબિર તા.૧૯ જૂને યોજાશે. 

કલ્યાણપુર તાલુકામાં જિલ્લા પંચાયતની ધતુરિયા બેઠક અંતર્ગતની શિબિર રાજપરા પ્રાથમિક શાળા ખાતે તા.૧૨ જૂને, નંદાણા સીટ અંતર્ગતની શિબિર મયુર શૈક્ષણિક સંકુલ ખાતે તા.૧૫ જૂને, ભોગાતની શિબિર માલેતા પ્રાથમિક શાળા ખાતે તા.૧૬ જૂને, ભાટિયાની શિબિર પી.આર.એસ. હાઈસ્કુલ ખાતે તા.૧૭ જૂને, લાંબાની શિબિર જી.જે.આર. હાઈસ્કુલ ખાતે તા.૧૮ જૂને, કલ્યાણપુર બેઠકની શિબિર મોડેલ સ્કુલ, કલ્યાણપુર ખાતે તા.૧૯ જૂને તેમજ રાણની શિબિર તાલુકા શાળા ખાતે તા.૨૦ જૂને યોજાશે.  આ શિબિરો સવારે ૯ થી સાંજના ૫ કલાક દરમિયાન યોજાશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application