વિદ્યાર્થીની જે ઇકો કારમાં શાળાએ જતી હતી, તે ઇકો કારનો ચાલક સગીરાને ઉઠાવી ગયા ની ફરિયાદ થી ચકચાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી દસમા ધોરણની એક વિદ્યાર્થીનીનું આજથી બે દિવસ પહેલાં તેણીના ઘેરથી અપહરણ થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. સગીરા લાલપુર અભ્યાસ કરવા માટે જે ઇકો કારમાં જતી હતી, તે ઇકો કારનો ચાલક અપહરણ કરી ગયો હોવાનું સગીરાના પિતા દ્વારા લાલપુર પોલીસ મથકમાં જાહેર કરાયું છે. જેને પોલીસ શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી અને દસમા ધોરણની એક સગીર વિદ્યાર્થીને કે જે ગત ૨૫ મી તારીખે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી. જેની શોધખોળ કરાવતાં તેણી જે ઇકો કારમાં બેસીને લાલપુરની શાળામાં જતી હતી, તે ઇકો કારનો ચાલક બદકામ કરવાના ઇરાદાથી સગીરા જને ભગાડી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી આજે સવારે સગીરાના પિતા દ્વારા પોતાની ૧૬ વર્ષની વયની સગીર પુત્રીનું અપહરણ થઈ ગયું હોવાનું અને લાલપુર તાલુકાના ગજણા ગામમાં જ રહેતો અને ઇકો કાર ચલાવતો સમીર કારાભાઈ હમીરાણી નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
જેથી લાલપુર પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોનના ટાવર લોકેશન ના આધારે તપાસ કરાવતાં અમદાવાદ-સુરત સુધીના લોકેશન મળ્યા હોવાથી આરોપી સગીરાને જામનગર થી અમદાવાદ- સુરત તરફ નસાડી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને પોલીસે તે દિશામાં તપાસ નો દોર લંબાવ્યો છે.
સગીરા અભ્યાસ કરવા માટે જે કારમાં જતી હતી, તે ઇકો કારના ચાલક સાથે થોડા દિવસો પહેલાં સગીરાના પિતા વાતચીતો અને હસી મજાક કરતાં જોઈ જતાં શંકા ગઈ હતી. જેથી છેલ્લા કેટલાક દિવસથી પોતે જ સગીરાને બાઈક પર લાલપુર સ્કૂલે મૂકવા જતા હતા. પરંતુ પરમદિને એકાએક સગીરા લાપતા બની હતી, ત્યારબાદ ઇકો કારના ચાલકની તપાસ કરાવતાં તે પણ ગુમ થઈ ગયો હોવાનું અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થયો હોવાનું અને ત્યારબાદ પોલીસ તપાસમાં અમદાવાદ-સુરત સુધીનું લોકેશન મળ્યું હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધવા માટેની કવાયત શરૂ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમરેલીના વૈદ સાથે સબંધીઓએ 53 લાખની છેતરપીંડી આચરી
May 07, 2025 11:51 AM'ઓપરેશન સિંદૂર': ભારતે પાકિસ્તાનના આ 9 સ્થળોને કેમ નિશાન બનાવ્યા?
May 07, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech