13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર 23 વર્ષીય અપરિણીત શિક્ષિકાને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી, બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હતો

  • May 14, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષિકા ભગાડી ગયાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે. પોલીસે શિક્ષિકાને ઝડપી વિદ્યાર્થીને મુક્ત કર્યો હતો. જોકે, બાદમાં શિક્ષિકા ગર્ભવતી હોવોનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પોતાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકાએ પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. બાદમાં ગર્ભપાત માટે શિક્ષિકાએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે શિક્ષિકાના ગર્ભપાત માટે મંજૂરી આપી દીધી છે. 

ઉલ્લખનીય છે કે, શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે, સગીરાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે DNAના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આપવાનો બાકી છે. આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. આ અંગે એક અઠવાડિયમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો 

મળતી માહિતી પ્રમાણે, સુરતના પૂણા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો.

શિક્ષિકાએ ગર્ભપાત માટે અરજી કરી હતી
ગુજરાતમાં ચર્ચાસ્પદ આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી. પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી. જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો.


હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માગે છે

ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો. જે રિપોર્ટ પૂણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે, અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે. એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્તી કરી શકાય છે. હાલની અપરિણીત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોય શકે છે. હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માગે છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તેક્ષપ કરવામાં તથા માનસિક ગુંચવણોનો સમાપ્ત થાય છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે.


ગર્ભાવસ્થા સમાપ્તી માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી.


શું છે સમગ્ર ઘટના

સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની હતી. સાડાચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30મી એપ્રિલે વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો.


બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું

પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી તેની સાથે પ્રેમસંબંધ અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઇ બી.એન.એસ.ની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે.


શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણની કલમનો પણ ઉમેરો

સાડાચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઇ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application