કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો પુત્ર ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ કરુણ બનાવવાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનનો 14 વર્ષે પુત્ર ધવલ ગત તારીખ 1 એપ્રિલના રોજ અન્ય બે છોકરાઓ સાથે ચપર ગામે નેભાભાઈ લખમણભાઈ ભાટિયાની વાડીમાં તરબૂચને ટ્રેક્ટરની ટ્રોલી વડે ભરાવીને ખરાબામાં નાખવાની મદદ કરવા માટે ગયો હતો. ત્યારે ટ્રેક્ટરના આગળના ભાગે આવેલા લોખંડના બમ્પર ઉપર ઉભેલા ધવલને નેભાભાઈએ બમ્પર ઉપર ઉભો રહેવાની ના પાડી હતી. પરંતુ ધવલ ઊતર્યો ન હતો. જેથી નેભાભાઈએ ઇરાદાપૂર્વક ટ્રેક્ટરને બેદરકારીપૂર્વક ચલાવી, વળાંક લેતા આગળ ઊભેલો ધવલ નીચે પટકાઈ પડ્યો હતો અને તે બમ્પરના ભાગે તથા ટાયર વચ્ચે આવી જતા તેમને માથામાં ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માત બનતા ધવલને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાં ગત તા. 4 ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ચનાભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ચપર ગામના નેભા લખમણભાઈ ભાટિયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech