જામખંભાળીયામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ બનાવવા નિર્ણય

  • June 12, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાહેર, ખાનગી, ભાગીદારી પીપીપી હેઠળ ૯ બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરુ કરાશે: સરકારની કેટલીક ગાઇડલાઇન પાડવી પડશે

રાજય સરકારે દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે, સરકાર આ પ્રકારની ૯ મેડીકલ કોલેજ શરુ કરશે. જાહેર, ખાનગી, ભાગીદારી પીપીપી હેઠળ બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ સ્થાપવામાં આવશે અને આરોગ્ય વિભાગે આ તમામ ૯ કોલેજોને મંજુરી આપી દીધી છે. 

બ્રાઉન ફીલ્ડ નીતિ લંબાવવા માટે સરકારની અંતિમ મંજુરીની રાહ જોવાતી હતી, દ્વારકા જિલ્લાના ખંભાળીયા, વેરાવળ, બોટાદ, નડીયાદ, ડાંગ, આહવા, મહીસાગર, લુણાવાડા, છોટા ઉદેપુર, આણંદ, મોડાસામાં આ પ્રકારની કોલેજ શરુ થશે, જેમાં સુવિધાઓ અપગ્રેડ કરવાની રહેશે, ગ્રીન ફીલ્ડ પ્રોજેકટ શરુઆતથી બાંધકામ અને વિકાસનું છે, રાજયના યુવાનોને તબીબી શિક્ષણ વધુ મળે તે માટે ૨૦૧૭માં સરકારે આ પ્રકારની નીતિ લાગુ પાડી હતી. ગુજરાતમાં હાલ ૨૩ સરકારી મેડીકલ કોલેજ છે અને ૧૮ ખાનગી મેડીકલ કોલેજ છે, લગભગ ૭૪૦૦ બેઠક છે ત્યારે સરકારે હવે હાલારમાં પણ એક કોલેજ સ્થાપવા નિર્ણય કર્યો છે. 

ડોકટરોના જણાવ્યા મુજબ આ કોલેજ અગાઉ મંજુર થઇ છે તેમાં સરકારની જરુરી ગાઇડલાઇન પણ હશે, કોઇ ટ્રસ્ટ કે એજન્સીને આ મેડીકલ કોલેજનું સંચાલન કરવા માટે સરકાર સાથે એમઓયુ કરવાનું રહેશે, રુરલ અન્ડર ડેવલપમેન્ટ એરીયા પ્રોજેકટ હેઠળ સરકાર પ્રાઇવેટ એજન્સી સાથે હેલ્થ સર્વિસ માટેનો એમઓયુ કરશે, ૨૦૨૨માં આ સરકારી નિતીમાં થોડો સુધારો પણ આવ્યો છે ત્યારે નવી નીતિ મુજબ આ કોલેજો શરુ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને મેડીકલ કોલેજની જરુર છે, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા વિસ્તારમાં રહેતા લોકો આ કોલેજનો લાભ લઇ શકશે ત્યારે સરકારનો આ નિર્ણય ખુબ જ આવકારદાયક કહી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application