જૂનાગઢમાં સફાઈ કર્મીઓના પડતર પ્રશ્નોના ઉકેલતા આજે કર્મચારીઓએ વીજળીક હડતાળ પર ઉતર્યા છે. શ્રાવણ માસના સોમવારે જ શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરંભે પડતા અનેક વિસ્તારોમાં કચરાના ખડકલા જોવા મળી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ દ્વારા આઝાદ ચોકમાં ધરણા પર બેસી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓ તથા આશાવર્કર બહેનોના બે માસથી પગાર થયા નથી. જે મુદ્દે યુનિયન દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી જ થઈ નથી. આ ઉપરાંત યુનિયન પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપ પણ થઈ રહ્યા છે. જેથી સફાઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. આજે જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે. આ ઉપરાંત એ ડિવિઝનમાં લેખિત ફરિયાદની પણ તજવીજ હાથ ધરી છે. આજે સવારે આઝાદ ચોકમાં સફાઈ કર્મચારીઓએ ધરણા કર્યા હતા . અને બપોરે મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. હડતાળના કારણે અનેક વિસ્તારોમાં કચરાના ખડકલા જોવા મળી રહ્યા છે. સફાઈ યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળાના જણાવ્યા મુજબ કર્મચારીઓના પગાર પણ થતા નથી જેના કારણે સફાઈ કર્મચારી સાથે અન્ય વર્કર બહેનો પણ આંદોલનમાં જોડાઈ છે. પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આઝાદ ચોકમાં ધરણા પર બેસી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. તહેવારો સમયે જ સફાઈ કર્મચારીઓની હડતાળના કારણે અનેક વિસ્તારમાં ગંદકીના ગંજ અને કચરાના ખડકલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હાજરી પૂરવા બાબતે પણ વિરોધ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કર્મચારીઓની માંગ નહીં ઉકેલવામાં આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. હાલ તો સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ બંધ કરતાં ડોર ટુ ડોર વાહન ચાલકોની ટીમને તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુરઝાતી મોલાત, હાલારમાં ૧૫ દી માં વરસાદ નહીં તો પાક નિષ્ફળની ભીતિ.!
August 24, 2026 01:14 PMરાજ્યમાં વાહનચાલકો માટે ગુજરાતી ભાષા ફરજિયાત કરો: ગુજરાત સારથી સંઘે સરકાર સમક્ષ કરી રજૂઆત
August 24, 2026 01:12 PMજામનગર: ધુંવાવ નજીક ખાનગી બસે બુલેટને ઠોકર મારતા એરફોર્સના કર્મી અને પત્નીનું મોત
August 24, 2026 01:07 PMદ્વારકા: ભાણવડ પ્રોહીના ગુન્હામા નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે
August 24, 2026 01:03 PMદ્વારકા: ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનુ રેસ્ક્યુ
August 24, 2026 01:00 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
