ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આધુનિક કૃષિ ટેકનોલોજીનો ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી ડ્રોન દ્વારા ખેતી પાકોમાં દવા છંટકાવની કામગીરીનું પ્રાયોગિક ડેમો યોજવામાં આવ્યો હતો.યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ડેમો દરમિયાન ડ્રોન દ્વારા ખેતરમાં દવા છંટકાવની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરતી કંપની સાથે સંકલન કરીને ગોંડલ તથા આસપાસના વિસ્તારના ખેડૂતોને પોતાના ખેતરોમાં નજીવા દરે દવા છંટકાવની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ઓછા સમયમાં વધુ વિસ્તારના ખેતરમાં અસરકારક અને એકસરખી રીતે દવાનો છંટકાવ કરી શકાશે.પરંપરાગત પદ્ધતિની સરખામણીએ ડ્રોન દ્વારા દવા છંટકાવ થવાથી ખેડૂતોના સમય, શ્રમ અને ખર્ચમાં બચત થશે. તેમજ દવાનો યોગ્ય પ્રમાણમાં અને આયોજનબદ્ધ રીતે છંટકાવ થવાથી ખેતીની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનશે.ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ખેતીને વધુ સરળ, ઝડપી અને ખર્ચ અસરકારક બનાવવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. ડ્રોન દ્વારા દવા છંટકાવનું ડેમો નિહાળીને તેની કામગીરી, ઉપયોગિતા અને ખેડૂતોને મળનારા લાભ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમુરઝાતી મોલાત, હાલારમાં ૧૫ દી માં વરસાદ નહીં તો પાક નિષ્ફળની ભીતિ.!
August 24, 2026 01:14 PMરાજ્યમાં વાહનચાલકો માટે ગુજરાતી ભાષા ફરજિયાત કરો: ગુજરાત સારથી સંઘે સરકાર સમક્ષ કરી રજૂઆત
August 24, 2026 01:12 PMજામનગર: ધુંવાવ નજીક ખાનગી બસે બુલેટને ઠોકર મારતા એરફોર્સના કર્મી અને પત્નીનું મોત
August 24, 2026 01:07 PMદ્વારકા: ભાણવડ પ્રોહીના ગુન્હામા નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે
August 24, 2026 01:03 PMદ્વારકા: ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનુ રેસ્ક્યુ
August 24, 2026 01:00 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
