દેવભૂમિ દ્વારકા એસ.એલ.આર. કચેરી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત મોટા માંઢા તથા દાંતા ગામોમાં મુલાકાત લઈ પ્રોપર્ટી કાર્ડ ચકાસણી કરાઇ

  • May 06, 2025 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત દેવભુમિ દ્વારકા સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા ખંભાળીયા તાલુકાના મોટા માંઢા તથા દાંતા ગામોના તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડની ચકાસણી કરવામાં આવી હતી. ખંભાળીયા સીટી સરવે કચેરીના સિનિયર સરવેયર તથા એસ.એલ.આર. કચેરીના સરવેયર દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી, જે મુજબ મોટા માંઢાની જુના ગામતળની મિલ્કતો આકારણી મુજબ ૩૩૬ મિલ્કતધારકો પૈકી ૧૮૩ મિલ્કતધારકોના પ્રોપર્ટીકાર્ડ તેમજ દાંતા ગામે આકારણી મુજબ ૨૭૬ મિલ્કતધારકો પૈકી ૭૦ મિલ્કતધારકોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયેલ છે.   

આ સાથે ગામની સરકારી મિલ્કતોના પ્રોપર્ટીકાર્ડ તેમજ આ મિલકતોનું ક્ષેત્રફળ તથા સ્થળ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ તકે બન્ને ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને સ્વામિત્વ યોજના અંગેની સમજુતી આપવામાં આવી હતી. ઉપરાંત તૈયાર થયેલ પ્રોપર્ટીકાર્ડને લગતા પ્રશ્નો કે વાંધા બાબતે સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ એસ.એલ.આર. કચેરીની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application