ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા જતા ભક્તજનો

  • March 08, 2025 10:21 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય: પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી, પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું


ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા ભક્તોજનો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય તેમજ ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજીત સેવા કેમ્પની મુલાકાત કરવામાં આવી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજીત સેવા કેમ્પમાં ભોજન વ્યવસ્થા, પદયાત્રીઓ માટે રાત્રી રોકાણની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, મસાજ, નેત્ર નિદાન અંગેની વ્યવસ્થા નિહાળી હતી. 


આ ઉપરાંત આ તકે પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય,  દ્વારા રાત્રિના અથવા વહેલી સવારે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી રહી છે. તેમજ પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


ઉપરાંત જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા પદયાત્રીઓની સુરક્ષાની સાથે સાથે કરવામાં આવતી સેવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News