દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાઈલ્ડ લેબર એબોલીશન માટે ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કલેકટર આર.એમ. તન્નાની સૂચના અન્વયે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય, તાલુકા અને શહેરી કક્ષાએ હોટલ, ઔદ્યોગિક એકમો, ઈંટના ભઠ્ઠા, ખેતી, પશુપાલન, ખાણ, ખાણીપીણી રેસ્ટોરન્ટ અને વિવિધ એકમોમાં જોખમી અને બિન જોખમી કાર્યોમાં કોઈ બાળકને કામ પર રાખવામાં આવ્યા હોય તેના રેસ્ક્યુ અને પુનઃ સ્થાપન માટે વિશેષ ડ્રાઈવ તા. 1 જુન થી 31 ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે.
સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી ભારતના તમામ ગામ અને શહેરોમાં બાળ મજુરીને અટકાવવા તથા પુનઃ સ્થાપન માટે 12 જુન “વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસ” નિમિતે વિવિધ ડ્રાઈવ અને કામગીરી થઈ રહી છે. જેમાં 18 વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો માટે બંધારણીય વિશેષ અધિકારો અને કાયદાઓ દ્વારા સરંક્ષણ પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ બાળકને કામ પર રાખવો, શોષણ કરવું, યોગ્ય તકોનો વિકાસ અટકાવવો અને વિવિધ પ્રકારના શોષણ વગેરે બાળ વિકાસ અને બાળ અધિકારનું ઉલ્લંઘન છે.
કોઈપણ બાળક પાસે કામ કરાવવું એ બાળ અને કિશોર મજુરી અધિનિયમ તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈ મુજબ કાયદાનું ઉલ્લંઘન છે. જેમાં 5 વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડ જોગવાઈ છે. જિલ્લાના તમામ હિતધારકો તથા સંવેદનશીલ પ્રજાને બાળ મજુરીને અટકાવવા તથા જાગૃતિ કેળવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત આવા કોઈ બાળ મજુર કે સ્ટ્રીટ ચિલ્ડ્રન આપના ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સરકારી શ્રમ અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech