ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાએ નશાની હાલતમાં ભારે ધાંધલ ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે. શહેરના સરસપુર વિસ્તારમાં ભાજપના એક પદાધિકારીએ દારૂ પીધેલી હાલતમાં સ્થાનિકો સાથે બીભત્સ વર્તન કરતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ નેતાજીને પાઠ ભણાવ્યા બાદ પોલીસના હવાલે કર્યા હતા.
કોણ છે આ વિવાદિત નેતા?
આ ઘટનામાં સંડોવાયેલા શખ્સની ઓળખ વિકી ત્રિવેદી તરીકે થઈ છે. વિકી ત્રિવેદી ભાજપમાં પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય હોવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચાના સહ-પ્રભારી અને શહેર ટ્રાફિક કમિટીમાં પ્રમુખનો મહત્વનો હોદ્દો ધરાવે છે.
ઘટનાની વિગત: નશામાં લથડિયાં અને ધમકીઓ
ગત 5 માર્ચના રોજ વિકી ત્રિવેદી પોતાની કાર લઈને સરસપુરના ખાવાડ વિસ્તારમાં આવ્યો હતો. તેની ગાડી પર 'શહેર ટ્રાફિક કમિટી પ્રમુખ'નું બોર્ડ પણ લાગેલું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિકી દારૂના નશામાં એટલો ચૂર હતો કે તે વ્યવસ્થિત ઊભો પણ રહી શકતો નહોતો અને લથડિયાં ખાતો હતો. જાહેર માર્ગ પર તેણે સ્થાનિકો અને રાહદારીઓ સાથે અત્યંત બીભત્સ વર્તન અને ગાળાગાળી શરૂ કરી હતી. સ્થાનિકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, તેણે પોતાની રાજકીય વગનો રોફ જમાવી લોકોને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું.
લોકોએ ચખાડ્યો 'મેથીપાક'
નેતાજીની અસહ્ય બદતમીજી સહન ન થતા આખરે સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને વિકી ત્રિવેદીને મેથીપાક ચખાડ્યો હતો. ભારે હંગામો મચતા આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનમાં પણ સત્તાનો નશો
શહેર કોટડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વિકીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, ત્યાં પણ નેતાજીનો મિજાજ ઠેકાણે આવ્યો નહોતો. પોલીસ સ્ટેશનની અંદર પણ તેણે ફરજ પરના પોલીસકર્મીઓ સામે દાદાગીરી કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવતી હોવાનું પોલીસે પણ સ્વીકાર્યું હતું.
પોલીસ કાર્યવાહી
પોલીસે વિકી ત્રિવેદી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાના આવા વર્તનથી પક્ષની છબી ખરડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMચંદ્રનું સૌથી નબળી રાશિમાં ગોચર... કાલ સવારથી આ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે
March 08, 2026 12:52 PMયુદ્ધ વચ્ચે ચાંદી સર્વોચ્ચ સપાટીથી રૂ.1.51 લાખ સસ્તી, જાણો 24 કેરેટ સોનાનો શું ભાવ છે?
March 08, 2026 12:38 PM'પનોતી'ની અફવાઓ સામે ફેન્સના ટોટકા, લીંબુ-મરચાં અને આરતીથી અમદાવાદના સ્ટેડિયમની ઉતારી નજર!
March 08, 2026 12:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
