આ મહિલા સહાયતા કેન્દ્રોમાં ઘરેલું ઝગડાઓ સહિતના કાઉન્સેલિંગની સેવાઓ પુરી પડાય છે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલું પ્રશ્નોથી પીડાતી મહિલાઓની સહાયતા કરવા માટે સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્રો) શરૂ કરવામાં આવેલ છે. આ કેન્દ્રો પર તાલીમ પામેલા કાઉન્સેલર દ્વારા ઘરેલું ઝગડાઓ સબંધી બાબતોમાં કાઉન્સેલિંગની સેવાઓ પુરી પાડવામાં આવે છે. એવા જ કેન્દ્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જામ ખંભાળીયા અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે. હાલમાં જ દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પતિના ત્રાસથી રક્ષણ મેળવવા સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આ મહિલાને ત્યાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર ખાતે માર્ગદર્શન માટે મોકલવામાં આવેલ. મહિલાના પતિ દ્વારા ચારિત્રની શંકા કરી મારઝૂડ કરતા હોવાનો અને માનસિક ત્રાસ આપતા હોવાનાં આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યા હતા.
મહિલાની આપવીતી સાંભળીને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર નિકેતાબેન મીન અને કાજલબેન ભારથી દ્વારા મહિલાના પતિ અને ઘરના વડીલો સાથે પરણિતાની મુશ્કેલી અંગે ચર્ચા કરી મહિલા પર આચરવામાં આવતી હિંસાનો કાયમી ઉકેલ આવે અને તેમનો ઘર સંસાર સુખેથી ચાલે એ માટે તમામનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બંને કાઉન્સેલરનાં સફળ પ્રયાસોથી પરિણીતાની મુશ્કેલીનો અંત લાવવામાં સફળતા મળી હતી. આ કેસમાં સુખદ સમાધાન થતાં મહિલાએ પોલીસ અને પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રનાં કાઉન્સેલરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ આ સેન્ટર દ્વારા એક પરિવાર તૂટતા બચાવાવમાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાનાં અધ્યક્ષ સ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની દેખરેખ સમિતિની બેઠક હાલમાં જ યોજાઈ હતી. જેમાં પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રજૂ થયેલી વિગતો મુજબ જિલ્લામાં આવેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ખાતે વર્ષ ૨૦૨૪- ૨૫ દરમિયાન કુલ ૧૭૭ કેસો આવ્યા હતા જેમાંથી ૯૦ કેસોમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું અને બાકીના કેસોને વન સ્ટોપ સેન્ટર, કોર્ટ કે નારીગૃહમાં રીફર કરવામાં આવ્યા હતા. કલેક્ટર શ્રી દ્વારા ઘરેલું પ્રશ્નોનો સામનો કરતી તમામ મહિલાઓને મહિલા સહાયતા કેન્દ્રની સેવાઓનો લાભ મળે એ રીતે પોલીસ વિભાગ અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરવા સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech