પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાતી તપાસ
કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા આશરે 80 વર્ષના એક વૃદ્ધની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે નિર્મમ હત્યા થયાનો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા ખાખરડા ગામની પરબડી સીમમાં રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના આશરે 80 વર્ષના વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે 8:30 વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આ સ્થળે આવી, અને વજુભા જાડેજા ઉપર ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહાલારના સાગર કિનારા વિસ્તારમાં પણ સિઝફાયર પૂર્ણ થવાના સંદર્ભે તંત્ર એલર્ટ
May 19, 2025 10:12 AMહાલારમાં બફારા વચ્ચે તાપમાન ૩૬ ડીગ્રી
May 19, 2025 10:03 AMગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech