જામનગરના રેલ્વે સ્ટેશન પાસે નકલી પોલીસ ઝપટે ચડયો

  • November 24, 2025 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રીક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં અસલી પોલીસ પ્રગટી હતી.


 જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાબુભાઇ ગઢવી વગેરે રેલવે સ્ટેશન અને તેના આસપાસના વિસ્તારમાં ચેકીંગની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમ્યાન એક રિક્ષા ચાલક મારફતે બાતમી મળી હતી કે, એક વ્યક્તિ હું એસ.એમ.સી નો કોન્સ્ટેબલ છું અને બધા રિક્ષા ચાલકો પાસે રોફ જમાવતો મળી આવ્યો હતો.


 તેથી રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિનું ઓળખ પત્ર માંગતા તેણે કહેલ મારૂં ઓળખ પત્ર ઘરે રહી ગયું છે. ત્યારબાદ એએસઆઇ શક્તિસિંહ વાઢેર દ્વારા તપાસ કરાતાં આ વ્યક્તિનું નામ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઇ ચાસીયા દેવભૂમિ-દ્વારકા જિલ્લાના બાટીસા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.


હકીકતમાં પોતે એસ.એમ.સી વિભાગમાં ફરજ  બજાવતો ન હોવાનું જાણવા મળ્યું હતું, આથી રેલવે પોલીસ દ્વારા અટકાયત કરી લઇ તેની સામે રેલવે પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News