સેવક દેવળીયા ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

  • April 12, 2025 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર સેવક દેવળીયા ગામે નદી કાંઠેથી પોલીસે મોડી રાત્રીના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા આમદ જુમા ઘુઘા, સુવાલી ઉર્ફે તાલબ રહેમતુલ્લા ઘુઘા, ઇમરાન જુમા સમા, હનીફ જુસબ સમા અને ઈસુબ વલીમામદ ઘુઘા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કરતા સિક્કાના શખ્સ સામે ગુનો

જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા અસલમ ઓસમાણ સંઘાર નામના 30 વર્ષના માછીમાર યુવાને ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે જેટી પાસે પોતાની "જેનુલ આબેદિન" નામની ફિશીંગ બોટમાં માછીમારી કરવા માટે દરિયામાં જતા લાયસન્સમાં જણાવેલા માણસો કરતા ઓછા માણસો રાખીને તેમજ બોટમાં સેફ્ટી અંગેના કોઈ સાધનો નહીં રાખીને લાયસન્સની શરતોનો ભંગ કરતા તેની સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application