દ્વારકાના વરવાળા બીચ ખાતે આવેલ ધ બીચ હોટલ (ધ સ્કાય કમ્ફર્ટ ગ્રુપ) ના માલિક હુશેન જોયબભાઇ ભારમલ રહેવાસી રાજકોટ વાળાની હોટલ ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા-૨૦૨૩ ની કલમ-૧૫૨ મુજબ તોડી પાડવાની કાર્યવાહીનો હુકમ એસડીએમ દ્વારકા દ્વારા કરવામાં આવ્યો છે.
દ્વારકાના વરવાળા ગામના બીચ પર પાંચ માળની ધ બીચ હોટલ પર્યાવરણ અધિનિયમ ૧પ નું ઉલ્લંઘન તેમજ બિનખેતી પૈકીની જગ્યાના પ્લોટ નં. પ થી ૧૧ માં પાંચ માળની હોટલનું બાંધકામ કરી વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં નવું બાંધકામ કરવાની કામગીરી પણ ચાલુ હોય આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વ્યવસાયીક એકમ વિરૂઘ્ધ ફરિયાદ દાખલ થતાં એસડીએમ એ.એસ. આવટે દ્વારકા દ્વારા હોટલ તોડી પાડવા માટે કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ હોટલ બાબતે મામલતદાર દ્વારકા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમજ જીપીસીબી જામનગર દ્વારા પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ રાજકોટ ફાયર ઓફિસ દ્વારા આવેલ અહેવાલ અને ફરિયાદીએ કરેલ રજૂઆત અનુસંધાને તા. ૧૭/પ/ર૦રર ના રોજ એસડીએમ દ્વારા હુકમ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application