સિહોરમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝડપાયા

  • May 17, 2025 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર શહેરના શમીપાર્ક-૨માં જુગારની બાજી માંડી બેઠેલા ચાર શખ્સોને     રોકડા  રૂ.૧૦,૭૨૦ના મુદ્દામાલ સાથે     સિહોર  સર્વેલન્સ ટીમે ઝડપી લીધા હતા.
સિહોર પોલીસ મથકના પો.ઇન્સ. બી.ડી.જાડેજા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ લાલજીભાઈ સોલંકીને બાતમી હકિકત મળેલ જે હકીકત આધારે સિહોર શહેરના  શમીપાર્ક નં-ર મેરામભાઈ બારોટના મકાન પાસે જાહેરમાં અમુક શખ્સો   પૈસા પાના વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા સેય જે જગ્યાએ રેઇડ કરી  ધીરૂ ઉકાભાઈ બારોટ (ઉ.વ ૫૪ ધંધો મજુરી રહે. નવાગામ(ચીરોડા) તા.જી ભાવનગર),  મેરામ કાળુભાઈ ઉદીયા (ઉ.વ.૪૨ ધંધી.મજુરી રહે. શિહોર શર્માપાર્ક નં.ર તા.શિહોર જી.ભાવનગર), દિલુ ઉકાભાઇ બારોટ (ઉ.વ.૫૩ ધંધો મજુરી રહે પાલીતાણા સ્વપ્ન સો.સા તા. પાલીતાણા જી.ભાવનગર)તેમજ   ભરત રાજુભાઈ બારોટ (ઉ.વ.૪૨ ધંધો, ડ્રાઇવિંગ રહે.નવાગામ (ચીરોડા) તા.જી.ભાવનગર)ને  રોકડ રૂપીયા ૧૦, ૭૨૦ સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં સિહોર  પોલીસ મથકના  પો.ઇન્સ. બી.ડી.જાડેજાની  સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ્ટાફના હેડ કોન્સ આર.જે.મોરી તથા પો.કોન્સ ધનશ્યામભાઈ ફેબલ તથા પો.કોન્સ મુકેશભાઈ સાંબડ તથા પો.કોન્સ લાલજીભાઇ સોલંકી તથા પો.કોન્સ ફરપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ અશોકસિંહ ગોહિલ તેમજ  પો.કોન્સ મહેશગીરી ગૌસ્વામી વિગેરે જોડાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application