ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસ બાદ પાકિસ્તાન હતાશ થઈ ગયું છે અને તેના ત્રણ મુખ્ય શહેરોમાં સ્થિત એરબેઝ પર હુમલો કરીને ઘાતક બાદ હવે પરમાણુ બોમ્બની માઈન્ડ ગેમ રમવા માંડ્યું છે. પાકિસ્તાને શનિવારે નેશનલ કમાન્ડ ઓથોરિટી (એનસીએ)ની કટોકટી બેઠક બોલાવી છે. આ નિર્ણય વડાપ્રધાન શાહબાઝ શરીફે લીધો છે, જેની પુષ્ટિ પાકિસ્તાની સેનાએ પણ કરી છે.
ભારત સાથે વધતા તણાવ પર ચર્ચા થવાની શક્યતા
નેશનલ કમાન્ડ ઓથોરિટી પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક અને લશ્કરી એકમ છે, જે રાષ્ટ્રીય સુરક્ષા, ખાસ કરીને પરમાણુ શસ્ત્રો સંબંધિત નિર્ણયો લે છે. આ બેઠકમાં ભારત સાથે વધતા તણાવ પર ચર્ચા થવાની શક્યતા છે.
એરબેઝ પર બદલો લેવા માટે હુમલા કર્યા
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. પાકિસ્તાને ફતેહ-2 મિસાઇલનો ઉપયોગ કરીને હરિયાણામાં લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યો. શુક્રવારે રાત્રે ભારતે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ (રાવલપિંડી), રફીકી (શોરકોટ) અને મુરીદ (ચકવાલ) એરબેઝ પર બદલો લેવા માટે હુમલા કર્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમિલકત વેરા વળતર યોજના:૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડ ભરપાઇ કર્યા
May 10, 2025 02:48 PMરાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ
May 10, 2025 02:43 PMખંભાળિયા: દસ વર્ષ પૂર્વેના લાંચ-રીશ્વત કેસમાં આરોપીને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
May 10, 2025 01:11 PMજામનગર બાયપાસ નજીક કાર અકસ્માતમાં એકનું મૃત્યુ
May 10, 2025 01:08 PMપથ્થરની વંડી ગોઠવતા ગડુ ગામના યુવાન પર હુમલો
May 10, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech