જામનગર શહેરમાં ગોકુલનગર-સુભાષ પરા વિસ્તારમાં જુગાર અંગે બે સ્થળે દરોડા

  • June 08, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે સુભાષ પરા તેમજ ગોકુલ નગર વિસ્તારમાં જુગારના બે દરોડા પાડ્યા છે, અને પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


જુગારનો સૌપ્રથમ દરોડો જામનગરમાં ગોકુલનગર નજીક પાણાંખાણ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મનસુખ મોહનભાઈ નંદા, જીતેન્દ્ર લક્ષ્મીદાસ કનખરા, અને સંજય મગનભાઈ જૈન વાણીયાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૫,૮૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં સુભાષ પરા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રહેલા સંજય ઉર્ફે ચંકી પાંડે તેમજ વિનોદ ભૂરાભાઈ નામના બે શખ્સોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, અને બાઇક સહિત રૂપિયા ૨૨,૭૯૦ ની માલમતા કબજે કરી છે.


જે બંને શખ્સો શંકરટેકરી સુભાષ પરામાં રહેતા પરેશ રાઠોડ પાસે વરલીના આંકડાની કપાત કરતા હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application