ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરતા યુધ્ધના ભણકારા વચ્ચે સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત રોકાણકારો દ્રારા સતત થઈ રહેતી ખરીદી અને વૈશ્ર્વિક સ્તરે ડોલરની કિંમતમાં તેજી આવતા તેની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે. ૧૫ દિવસ બાદ ફરી એક વખત સ્થાનિક બજારમાં ૨૪ કેરેટ સોનાનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ રૂા.૧,૪૦૦થી વધીને ૧,૦૦,૭૦૦ પર પહોંચ્યો છે.
રાજકોટની સોની બજારના વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે મંગળવારે સોનાએ ૩,૩૫૦ ડોલરની સપાટી ફરી પ્રા કરી હતી. આજે ૩૪૦૦–૩૫૦૦ ડોલર પર પહોંચ્યું છે. બીજી તરફ ભારતે પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક વચ્ચે લગાળાની સિઝનમાં બીજા દિવસે થતાં રોકાણકારોએ સોનાને સલામત રોકાણ માટે પસદં કરતા સોનાના ભાવમાં વૈશ્ર્વિકસ્તરે ઉછાળો નોંધાયો છે. જેની અસર એમસીએકસ અને સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.
ભારતીય બજારમાં સોનાના ભાવ ૧લાખને પાર પહોંચ્યા છે. જેમાં મુંબઈ, ચેન્નાઈ, નવીદિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, કલકત્તા, પટણા, ચંડીગઢ, જયપુર તથા લખનઉ સહિતના તમામ શહેરોમાં સોનાના ભાવ ૧ લાખને પાર પહોંચ્યા છે.
દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવમાં ટેકસ અને માકિગ ચાર્જ સહિતના કારણોને લઈને અલગ અલગ જોવા મળી રહ્યા છે તેની વચ્ચે દક્ષિણના ચેન્નઈમાં સોનાના ભાવમાં સૌથી વધુ વધારો–ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં લગાળામાં જ સોનાના ભાવ વધતા ખરીદી પર મોટો કાપ જોવા મળી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech