સ્પર્ધામાં ગુજરાતભરના યુવા તલવારબાજોએ પોતાનું કૌશલ્ય દાખવી ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યા
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા
જામનગર તા.૦૬ એપ્રિલ, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જામનગર તેમજ જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ ૩.૦ ની ફેન્સીંગ રમતની રાજ્યકક્ષાની તમામ એજ ગ્રુપના ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી JMC સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ઇન્ડોર હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. ફેન્સીંગની આ સ્પર્ધામાં ઇપી, ફોઈલ અને સેબર જેવી ત્રણ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તા. ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ અં.૧૭ બહેનોની ત્રણેય ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી.અં.૧૭ બહેનોની ઇપી ઇવેન્ટમાં મહેસાણાના ચૌધરી સિદ્ધીબેને ગોલ્ડ મેડલ, જામનગરના ભક્તિ રાબડીયાએ સિલ્વર મેડલ, જ્યારે સાબરકાંઠાના અર્ચના પરમારે અને ગાંધીનગરના હિમાંશી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં ગાંધીનગરના દિવ્યા માલીએ ગોલ્ડ મેડલ, અમદાવાદના પુરોહિત હિમાક્ષીએ સિલ્વર મેડલ અને જુનાગઢના બાપોદરા રંજુ તેમજ ગાંધીનગરના માહી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સેબર ઇવેન્ટમાં ગાંધીનગરના હેતલ ચાવડાએ ગોલ્ડ મેડલ, મહેસાણાના જીનલ ચૌધરીએ સિલ્વર મેડલ અને ગાંધીનગરના ખુશી પ્રજાપતિ તથા ગાંધીનગરના દિશા પારધીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
ત્યારબાદ, તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ઓપન એજ ગ્રુપની બહેનોની ત્રણેય ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધામાં ઇપી ઇવેન્ટમાં પાટણના મિતવા ચૌધરીએ ગોલ્ડ મેડલ, મહેસાણાના ચૌધરી ધ્રુવીએ સિલ્વર મેડલ અને સાબરકાંઠાના ચૌધરી અમીશ તેમજ પટેલ ભક્તિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં બનાસકાંઠાના સમેજા ખુશીએ ગોલ્ડ મેડલ, બનાસકાંઠાના ચૌધરી શીતલે સિલ્વર મેડલ અને જામનગરના આસ્થા અસ્તિક તેમજ ગાંધીનગરના ગોપી મારતોલીયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર ઇવેન્ટમાં ગીર સોમનાથના બારડ વંદિતાએ ગોલ્ડ મેડલ, બનાસકાંઠાના રાજપુરિયા આશાએ સિલ્વર મેડલ અને જામનગરના ધર્મિષ્ઠા સોલંકી તથા સુરેન્દ્વનગરના ઝાલા અંજનાબાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત, તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ અં.૧૪ ભાઈઓની ફેન્સીંગની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ફોઈલ ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના ઠાકોર રોહિતે ગોલ્ડ મેડલ, અમદાવાદના વૈશ્વિક ગોખલેએ સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના રોજસરા અરદીપ તેમજ અમદાવાદના આર્જવ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના ત્વયા આકાશે ગોલ્ડ મેડલ, સુરેન્દ્રનગરના જાડેજા છત્રપાલસિંહે સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના સાભડ નૈતિક તથા મહેસાણાના ચાવડા અનિકેતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અંતમાં, તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ અં.૧૭ ભાઈઓની ત્રણેય ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. અં.૧૭ ભાઈઓની ઇપી ઇવેન્ટમાં મહેસાણાના ચૌધરી મનીષે ગોલ્ડ મેડલ, મહેસાણાના પટની વિક્રમે સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના પરમાર પવન તેમજ ચૌહાણ અરમાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં મહેસાણાના ઠાકોર સતીશે ગોલ્ડ મેડલ, સુરેન્દ્રનગરના સિસોદિયા ચંદ્રરાજસિંહે સિલ્વર મેડલ અને મહેસાણાના મકવાણા અલ્પેશ તેમજ સુરેન્દ્રનગરના ઝાલા હાર્દિકે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech