૧૨ પાસ થયેલા વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી માટે માર્ગદર્શન કેન્દ્રનો થયો શુભારંભ

  • May 10, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ૧૨ પાસ થયેલા વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી માટે માર્ગદર્શન કેન્દ્રનોે શુભારંભ થયો છે.
હાલમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-૧૨ (દરેક પ્રવાહ) નું પરિણામ જાહેર થયેલ. પોરબંદર જિલ્લામાં સામાન્ય પ્રવાહનું ૯૦.૮૪% તથા વિજ્ઞાન પ્રવાહનું ૮૧.૫૯% જેટલું રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયેલ છે. વિદ્યાર્થીઓની મહેનત, દરેક શાળાના શિક્ષણ ગણ દ્વારા ગુણવતાસભર શિક્ષણ, સતત માર્ગદર્શન અને માતા-પિતાની હૂંફથી આ શક્ય બન્યું છે. પોરબંદરની નામાંકિત સંસ્થા શ્રી વી. જે. મોઢા કોલેજ દ્વારા આ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. શૈક્ષણિક જીવનના મુખ્ય પડાવ જેવા આ પરિણામમાં પોરબંદરનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે  વી. જે. મોઢા કોલેજ ગૌરવ અનુભવે છે. ધોરણ ૧૨ પછી કોલેજમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમ વિષે સંપૂર્ણ માહિતી મેળવી શકે, યોગ્ય કારકિર્દીની પસંદગી કરી, ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. આ જ બાબત ધ્યાનમાં રાખી મોઢા કોલેજ ખાતે કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત છે. 
કોમન એડમિશન પ્રક્રિયા (જી. સી.એ.એસ.પોર્ટલ ) અંગે કાઉન્સેલિંગ સેન્ટર 
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ધોરણ-૧૨ (કોઈપણ પ્રવાહ) પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ કરવા તથા ગુજરાતની ૧૫ જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા માટે જી.સી.એ.એસ. નામના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી એડમિશન મેળવવાનું ફરજિયાત કરેલ છે. હાલ વિદ્યાર્થીઓ અનેવાલીઓને આ બાબતનું જ્ઞાન મળી રહે,વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય અનેવિદ્યાશાખાની પસંદગી વખતે પણ સચોટ માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી શ્રી વી. જે. મોઢા કોલેજ દ્વારા આ બાબતે સંપૂર્ણ માર્ગદર્શન આપવા કાઉન્સેલિંગ સેન્ટરકાર્યરત કરેલ છે. આ સેન્ટરનો ઉદ્દેશ્ય એ છે કે પોરબંદર જિલ્લાના સર્વે વિદ્યાર્થીઓમાં જી.સી.એ.એસ. પોર્ટલ અંગે ઊંડાણપૂર્વકની માહિતી પહોંચાડી શકાય. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર વિદ્યાર્થીઓએ કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું, તકનીકી કારણો સબબ રજીસ્ટ્રેશન વખતે ઉભા થતા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું તથા અન્ય કઈ સાવચેતી રાખવી વગેરે બાબતોનું સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવશે.આ અંગે વધુ માહિતી મેળવવા શ્રી વી. જે. મોઢા કોલેજ, વિદ્યાધામ, ગ્લોબલ હોસ્પિટલ પાસે, ભગવાન પરશુરામ માર્ગ,પોરબંદર ખાતે આ સેન્ટર કાર્યરત છે તેમજ વિદ્યાર્થીઓની મદદ માટે ૯૯૭૮૮ ૧૮૦૦૯ નંબર પણ કાર્યરત છે. 
વિદ્યાર્થીઓ સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન લાભ લઈ શકે છે. આ ઉપરાંત,કોલેજની વેબસાઈટ દ્વારા પણ વિદ્યાર્થીઓ અલગ અલગ અભ્યાસક્રમ અંગે જાણકારી મેળવી શકે છે. 
સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, જયસુખભાઇ થાનકી, રવિકુમાર થાનકી, સિધ્ધાર્થભાઈ મોઢા, મયુરરાજસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર ડો. વિશાલભાઈ પંડયા તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ સૌ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીગણને આ અંગે લાભ લેવા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application