રાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

  • May 07, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સ રફુચકકર : ૨૫૦ લીટર દારૂ જપ્ત

ભાણવડના પીઆઇ કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી દરમ્યાન કેશુરભાઇ, જેસાભાઇને સંયુકત બાતમી મળી હતી કે ધામણીનેશનો બીજલ ઢુલા મોરી રાણપરથી ધામણીનેશના કાચા રસ્તે પરબ પાસે ઝાડીમાં દેશી દારૂનો મોટો જથ્થો સંતાડયો છે આથી પોલીસે દરોડો પાડીને ૨૫૦ લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો, જયારે બીજલ ફરાર થઇ ગયો હતો.

ખંભાળીયા-જામનગર હાઇવે પર દેશી દારૂ ભરેલ કાર કબ્જે

ડીવાયએસપીનો સ્ટાફ ત્રાટકયો: રૂા. ૬.૩૫ લાખની માલમત્તા મળી

ખંભાળીયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી દ્વારા તેમના પર્સનલ સ્ટાફને દારૂના કેશ શોધી કાઢવા સુચના કરી હતી, જે અનુસંધાને સ્ટાફના એએસઆઇ શકિતરાજસિંહ, સુખદેવસિંહને મળેલ બાતમી આધારે જામનગર ખંભાળીયા હાઇવે ઓવરબ્રીજ પાસે બ્રેજા કારને આંતરીને તલાશી લેતા તેમાથી ૬૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો આથી રાણપર ગામના કેશુ ઉર્ફે કિશન કમા મોરીને પકડી લીધો હતો. દારૂ અને કાર મળી કુલ રૂા. ૬.૩૫ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો, જયારે છાપીયાનેશ પાસતરડીનો શખ્સ જયેશ ટપુ રબારી ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application