ફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ

  • May 22, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઓનલાઈન કેબ બુકિંગ પ્લેટફોર્મ ઉબેરને સરકાર તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ ઉબેરને નોટિસ મોકલી છે. કારણ કે ઉબેર દ્વારા ગ્રાહકોને 'એડવાન્સ ટિપ' આપવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી તેઓ ઝડપથી સવારી કરી શકે.



કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ બાબતને ગંભીરતાથી લીધી અને તેને અનૈતિક અને એક્સપ્લોઇટેટ ગણાવી. તેમણે કહ્યું કે ટિપ એ એક ટોકન છે જે સેવાથી સંતુષ્ટ થયા પછી આપવામાં આવે છે અને સેવા શરૂ થાય તે પહેલાં બળજબરીથી માંગવી જોઈએ નહીં. તેમણે તેને અનફેર ટ્રેડ પ્રેક્ટીસનો એક પ્રકાર ગણાવ્યો.



જ્યારે કોઈ યુઝર ઉબેર એપ પર રાઈડ બુક કરાવે છે, ત્યારે તેને ૫૦ રૂપિયા, ૭૫ રૂપિયા અથવા ૧૦૦ રૂપિયાની એડવાન્સ ટિપ આપીને ઝડપી પિકઅપ મેળવવાનો વિકલ્પ આપવામાં આવે છે. એપ પર લખ્યું છે, ઝડપી પિકઅપ માટે ટિપ આપો. જો તમે ટિપ આપશો તો ડ્રાઈવર આ રાઈડ સ્વીકારે તેવી શક્યતા વધુ હોઈ શકે છે. આ સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડ્રાઇવરને ટિપની સંપૂર્ણ રકમ આપવામાં આવશે, પરંતુ એકવાર આપેલી ટિપ પછીથી બદલી શકાશે નહીં.


કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે તેમણે આ સમગ્ર મામલો સીસીપીએના ધ્યાન પર લાવ્યો છે. ત્યારબાદ ઉબેરને નોટિસ જારી કરવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. તેમણે લખ્યું, ગ્રાહકો સાથેના વ્યવહારમાં પારદર્શિતા, ન્યાયીતા અને જવાબદારી હોવી જોઈએ. આ નોટિસ પર ઉબેર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.



આ પહેલી વાર નથી જ્યારે ઉબેરને સરકાર તરફથી નોટિસ મળી હોય. જાન્યુઆરી 2024 માં ઉબેર અને ઓલા બંનેને પણ નોટિસ જારી કરવામાં આવી હતી. તે સમયે, તેમના પર યુઝર્સના મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમના આધારે એક જ રાઇડ માટે અલગ અલગ ભાડા વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે પણ સરકારે તેને ડિફરન્શિયલ પ્રાઇસિંગ કહીને ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, બંને કંપનીઓએ આવા કોઈપણ આરોપોને નકારી કાઢ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application