પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખોદકામ બાદની ભરતી ઉપાડવામાં આવી નથી તેથી ખડકલા યથાવત જોવા મળી રહ્યા છે માટે સામૂહિક રીતે સહીઓ કરીને વહેલીતકે આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે.
પોરબંદરના રાજીવનગરની પ્રજાનું કોઇ ધ્યાન નથી દેતું વારંવાર રજૂઆત થતા તંત્ર જોઇ જાય છે પણ તંત્ર વામળુ છે. શા કારણે? પાણીના નિકાલ માટે હજી કાંઇ થતું નથી? શા કારણે રસ્તા સમથળ થતા નથી? ભુગર્ભ ગટરનું કામ બે વરસથી પૂરુ થયુ નથી કેમ? ભરતી બે વરસથી ઉપાડતા નથી આના માટે જવાબદાર કોણ? ચોમાસુ આવવાની તૈયારી છે છતાં તંત્ર કાંઇ કરતુ નથી. જો હવે રાજીવનગરમાં જાનહાની, માલમિલ્કતનું નુકશાન કે પાણી ભરાઇ જશે તો જવાબદાર કોણ? પ્રજા પૂછે છે. મ્યુનિસિપલ કલેકટર કે ગુજરાત સરકાર જવાબદાર કોણ? ધારાસભ્ય, લોકસભાના સભ્ય, સાંસદ તાત્કાલિક ધ્યાન આપે તો જ આ પ્રશ્ર્નનો નિકાલ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech