જામનગરમાં કોન્ટ્રાક્ટર યુવાનનો વધુ વજનની બીમારીથી કંટાળી જઈ આપઘાત

  • June 10, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને  કન્સ્ટ્રકશન નો વ્યવસાય કરતા એક કોન્ટ્રાક્ટર યુવાને પોતાના વધુ વજન ની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. શરીર ઘટાડવા માટે ઓપરેશન કરાવ્યા છતાં ફેર નહીં પડતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વરી સોસાયટી શેરી નંબર ૯ માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા મનહરસિંહ પરબતસિંહ જાડેજા નામના ૩૩ વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતકના કુટુંબી ક્રિપાલસિંહ વિજયસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શોયબભાઈ મકવા એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકનું વજન ૧૪૦ કિલો થી વધુ હતું, જે વજન ઘટાડવા માટે તેઓએ બે વખત ઓપરેશન કરાવેલા હતા. તેમ છતાં વજન ઓછું થયું ન હતું, ઉપરાંત અમુક ખોરાક પણ ઘટાડવાનું જણાવ્યું હતું. જે તકલીફ ના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application