માલધારી યુવાનને ધોકા-ઢીકાપાટુનો માર મારી ધમકી દીધી
જામનગર તાબેના નાઘેડી ગામમાં તળાવ પાસે રહેતા માલધારી યુવાનને ધોકા અને ઢીકાપાટુનો માર માર્યાની ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે. પુછયા વગર કેમ પાડો લઇ ગયા તેમ કહેતા આરોપી વિફર્યા હતા.
જામનગર નજીક નાઘેડી ગામ લહેર તળાવ પાસે રહેતા માલધારી લખરાજ છગનભાઇ સુમાત (ઉ.વ.૩૫) એ પંચ-બીમાં ગઇકાલે લહેર તળાવ પાસે રહેતા બહાદુર જેમલ સુમાત, જગુ જેમલ સુમાત અને કલા જેમલ સુમાત નામના ત્રણ ઇસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીનો પાડો તેને પુછયા વગર લઇ જતા લખરાજભાઇએ મને પુછયા વગર કેમ પાડો લઇ ગયા તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ ફરીયાદીને ધોકા વડે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. ફરીયાદ આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇમ્તિયાઝ પર આતંકવાદીઓને ખોરાક અને આશ્રય આપવાનો આરોપ હતો, નદીમાં કૂદીને કરી આત્મહત્યા
May 05, 2025 11:02 AMજામજોધપુરમાં યાર્ડની પેઢીએ ફેરવ્યુ લાખોનું ફુલેકુ
May 05, 2025 10:59 AMમેઘપર પોલીસે દિલ્હીમાંથી ૬ મોબાઈલ કર્યા કબજે
May 05, 2025 10:56 AMભાદરામાં ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બી.એ.પી.એસ મંદિરનો ૧૫ મો પાટોત્સવ ઉજવાયો
May 05, 2025 10:46 AMજામનગર નજીક અલીયાબાડા પાસે કુતરૂં આડું ઉતરતાં ઇકો કારની ગુલાંટ
May 05, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech