૭૬-કાલાવડ, ૭૭-જામનગર, ૭૮-જામનગર, ૭૯-જામનગર, ૮૦-જામજોધપુર, ૮૧-ખંભાળીયા અને ૮૨-દ્વારકાની બેઠકો માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નિમણુંક કરવામાં આવી
લોકસભાની ચૂંટણીની તારીખો હજુ ભલે જાહેર થઇ ન હોય પરંતુ દેશના સૌથી મોટા મહાસંગ્રામ માટે સતાધારીઓની સેના સજ્જ થઇ ગઇ છે, ઉમેદવારોના નામ પ્રથમ યાદી જાહેર કર્યા બાદ પ્રદેશ પ્રમુખ તરફથી ૧૨-જામનગર લોકસભાની બેઠક માટે ૭ વિધાનસભા બેઠકોના પ્રભારી અને સંયોજકોની નિમણુંક કરવામાં આવી છે.
૭૬-કાલાવડની બેઠક પર પરેશભાઇ વગાડીયા-પ્રભારી, ગુડુભાઇ લગારીયા-સંયોજક તરીકે જાહેર કરાયા છે, ૭૭-જામનગરની બેઠક માટે નિલેશભાઇ ઉદાણી-પ્રભારી, દિલીપસિંહ ચુડાસમા-સંયોજક બનાવવામાં આવ્યા છે, ૭૮-જામનગરની બેઠક માટે સુરેશભાઇ વશરાને પ્રભારી બનાવાયા છે અને ધર્મરાજસિંહ જાડેજાને સંયોજક બનાવવામાં આવ્યા છે.
એ જ રીતે ૭૯-જામનગર વિધાનસભાની બેઠક પર પ્રભારી તરીકે મોરબીના હીરેનભાઇ પારેખ અને સંયોજક તરીકે આ જ બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીની નિમણુંક કરાઇ છે, ૮૦-જામજોધપુર માટે રાજકોટના ગોવિંદભાઇ પટેલ પ્રભારી બન્યા છે જયારે પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયાને સંયોજકની જવાબદારી અપાઇ છે. ૮૧-ખંભાળીયાની બેઠક પર ડો.ઉમંગભાઇ પંડયાને પ્રભારી અને પાલાભાઇ કરમુરને સંયોજક બનાવવામાં આવ્યા છે, ૮૨-દ્વારકા માટે મનસુખભાઇ ખાચરીયા-પ્રભારી અને સહદેવસિંહ પબુભા માણેકને સંયોજક બનાવવામાં આવ્યા છે.
આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે અલગ જ રણનીતિથી ચૂંટણી જંગ ખેલવાનો તખ્તો તૈયાર કરાયો છે, હજુ ચૂંટણીની તારીખો જાહેર થઇ નથી એ પૂર્વે ગુજરાતની તમામ ૨૬ બેઠકના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી દેવામાં આવ્યા, જામનગરની બેઠક માટે રોઝી પંપ પાસે મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકી દેવાયું છે.
આ પછી એક સ્ટેપ આગળ વધીને ભાજપે ગુજરાતની ૧૫, સૌરાષ્ટ્ર માટે જામનગર સહિતની ૩ બેઠકના ઉમેદવારો સહિત દેશના ૧૯૫ ઉમેદવારોના નામની પ્રથમ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે અને હવે લોકસભાની બેઠક હેઠળ આવતી તમામ વિધાનસભા બેઠકના પ્રભારી તથા સંયોજક પણ નીમી દેવામાં આવ્યા છે, આમ ચૂંટણીના મહાયુઘ્ધમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી પુરી રીતે સજ્જ થઇ ગઇ છે જયારે સામેની તરફ વિપક્ષ પર નજર કરીએ છીએ તો ત્યાં હજુ પાયદળ પણ આગળ ચાલ્યા નહીં હોવાનું દેખાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech