અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોતા ભારતીય યુવાનો માટે હવે રસ્તો પહેલા જેવો આસાન રહ્યો નથી. અમેરિકાના કડક ઇમિગ્રેશન નિયમો અને વિઝા નીતિઓને કારણે શૈક્ષણિક વર્ષ 2025-26 માં અમેરિકી કોલેજોમાં પ્રવેશ લેનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. 'કોમન એપ' દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ અનુસાર, 1,100 થી વધુ અમેરિકી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા આ મંચ પર આંતરરાષ્ટ્રીય સ્તરે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 માર્ચ સુધીમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભારત વર્તમાન સમયમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સ્ત્રોત છે. આ પહેલા શૈક્ષણિક વર્ષ 2024-25 માં વિવિધ અભ્યાસક્રમો માટે 3.63 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. જોકે, અમેરિકી સરકાર દ્વારા લેવાયેલા સખત નિર્ણયોને આ ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. જુલાઈ મહિનામાં અમેરિકી વહીવટીતંત્રે પરંપરાગત 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' નિયમ સમાપ્ત કરી દીધો હતો, જે હેઠળ હવે વિદ્યાર્થીઓના રહાણકની મર્યાદા મહત્તમ 4 વર્ષ સુધી સીમિત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રેજ્યુએશન પછી અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપતા 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) પ્રોગ્રામનો ઉપયોગ કરનારા વિદેશી વિદ્યાર્થીઓ પર 1 લાખ ડોલર સુધીનો ભારે ચાર્જ લાગુ કરવા અંગે વિચારણા થઈ રહી છે. શિક્ષણવિદોના સંગઠન 'નેશનલ એસોસિએશન ઓફ ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર્સ' અને 'જેબી ઇન્ટરનેશનલ'ના રિપોર્ટ મુજબ 2026 માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોંધણીમાં 1.1 લાખ સુધીનો ઘટાડો થવાની આશંકા છે. વર્ષ 2025-26 માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નોંધણીનું અનુમાન 11.69 લાખ હતું, જે ઘટીને 10.57 લાખ રહી ગયું છે.
ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું અમેરિકા પ્રત્યે આકર્ષણ ઓછું થવાથી માત્ર યુવાનોના સપનાઓને જ અસર નથી પડી રહી, પરંતુ અમેરિકી અર્થતંત્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2025-26 માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સ્થાનિક અર્થતંત્રમાં 41.77 અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું, જે 2026-27 માં ઘટીને 38.37 અબજ ડોલર રહેવાનો અંદાજ છે. નિષ્ણાતોનું માનવું છે કે વિઝા નીતિઓ અને કડક નિયમોના કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે બ્રિટન, કેનેડા અને યુરોપ જેવા અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાઉથ ચાઇના સીમાં ચીનની વધતી તાકાત: પેરાસેલ ટાપુ પર નવું સૈન્ય બેઝ, યુએસ માટે મોટો પડકાર
August 25, 2026 07:59 PMજામનગર: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે: ભૂમિપૂજન કરાયું
August 25, 2026 07:00 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
