નવી દિલ્હી: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં મોટો ઘટાડો જાહેર કર્યેા ત્યારે સામાન્ય લોકોને રોજિંદી ચીજવસ્તુઓથી લઈને વાહનો અને વીમા સુધીમાં મોટી રાહત મળવાની આશા ઊભી થઈ હતી. શઆતમાં સાબુ, ટૂથપેસ્ટ, ટીવી, કાર અને બાઈક જેવી અનેક વસ્તુઓ સસ્તી પણ થઈ હતી. જોકે, એક વર્ષ બાદ મોંઘવારી, ઈંધણ અને કાચા માલના વધેલા ભાવને કારણે આ રાહતનો મોટો હિસ્સો ઓસરી ગયો છે. કંપનીઓએ વધેલા ઉત્પાદન અને લોજિસ્ટિકસ ખર્ચને કારણે અનેક ઉત્પાદનોના ભાવ ફરી વધાર્યા છે.
અહેવાલ મુજબ, જીએસટીમાં ઘટાડા બાદ શઆતમાં મોંઘવારીના દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૫માં મોંઘવારી ઈન્ડેકસ ૧૦૩.૭૪ હતો, જે ઓકટોબરમાં ઘટીને ૧૦૩.૦૧ થયો હતો. ફેબ્રુઆરી ૨૦૨૬માં તે ફરી વધીને ૧૦૪.૪૭ થયો અને ઓગસ્ટ ૨૦૨૬માં ૧૦૮.૭૪ પર પહોંચી ગયો. અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૭ ફેબ્રુઆરીથી શ થયેલા અમેરિકા–ઈરાન યુદ્ધ બાદ કાચા માલ અને ઈંધણના ભાવમાં વધારો થયો, જેના કારણે મોંઘવારી વધુ વધી.
ઔધોગિક ધાતુઓના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઈરાન સંકટ શ થયા બાદ ૨૦૨૬માં અત્યાર સુધીમાં તાંબાના ભાવમાં આશરે ૨૭ટકા, એલ્યુમિનિયમમાં ૧૬ટકા, જસતમાં ૩૪ટકા, સીસામાં ૧૧ ટકા અને ટીનમાં ૧૦.૯ ટકા વધારો થયો હોવાનું અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. આ વધેલા ખર્ચનો પ્રભાવ કંપનીઓના ઉત્પાદન ખર્ચ પર પડો છે.
વાહન ક્ષેત્રમાં પણ જીએસટી ઘટાડાની અસર સંપૂર્ણપણે જળવાઈ નથી. ટાટા નેકસોનની જીએસટી પહેલાંની કિંમત .૭,૯૯,૯૯૦ હતી, જે જીએસટી કાપ બાદ .૭,૩૧,૮૯૦ થઈ હતી, પરંતુ હાલની કિંમત .૭,૩૯,૯૯૦ છે. મહિન્દ્રા સ્કોર્પિયોની કિંમત .૧૩,૯૯,૨૦૦થી ઘટીને .૧૩,૨૦,૨૦૦ થઈ અને હવે .૧૩,૬૯,૦૦૦ છે. મર્સિડીઝ–બેન્ઝ જી–કલાસની કિંમત .૭૯.૨૫ લાખથી ઘટીને .૭૩.૯૫ લાખ થઈ હતી અને હવે .૭૭ લાખ છે.
દૈનિક વપરાશની કેટલીક વસ્તુઓમાં હજુ પણ જીએસટી કાપની અસર જોવા મળે છે. સાબુ .૧૬૦થી .૧૪૨ અને ટૂથપેસ્ટ .૧૩૦થી .૧૧૦ થયા હતા; હાલ તેમની કિંમતો અનુક્રમે .૧૪૯ અને .૧૨૯ છે. કોફી પાવડર .૪૪૯થી .૪૦૦ થયા બાદ .૪૦૦ જ છે. સરકારની જીએસટી આવકમાં પણ શઆતમાં ઘટાડો થયો હતો, પરંતુ ત્યારબાદ તેમાં ફરી વધારો નોંધાયો. બીજી તરફ, એફએમસીજી કંપનીઓએ તહેવારોની સિઝનમાં સાબુ, ખાધ તેલ, કોફી અને અન્ય ઉત્પાદનોના ભાવ સ્થિર રાખવાની વાત કરી છે. જોકે, કાચા માલના ભાવ અને ખર્ચમાં વધારો ચાલુ રહે તો આગામી મહિનાઓમાં ભાવ પર ફરી દબાણ આવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં રેલવે ટ્રેકથી વાંદરાઓને દૂર રાખવા થાંભલા પર એન્ટી ક્લાઈમ્બિંગ ડિવાઈસ લગાવાશે
September 22, 2026 01:20 PMદેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાંથી ૨૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા
September 22, 2026 01:19 PMખંભાળિયાના જુવાનગઢ ગામે કૂવામાં ખાબકેલા શિયાળ સહિત સર્પનું રેસ્ક્યુ
September 22, 2026 01:03 PM1 ઓક્ટોબરથી FDના નિયમો બદલાશે, વ્યાજ પર શું અસર થશે? A-ટુ-Z વિગતો જાણો
September 22, 2026 12:53 PMહાલારના ૨.૬૧ લાખ બેંક ખાતામાં રૂપિયા ૧૦૧ કરોડ બિનવારસુ..!
September 22, 2026 12:50 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
