ડી.એ.પી. ખાતર સાથે ૩ નેનો બોટલ ફરજીયાત ધાબડવા સામે જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ

  • May 14, 2025 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો કૃષિમંત્રીને કરાશે રજુઆત


 જામજોધપુર સમગ્ર જિલ્લામાં હાલ ચાલી રહેલી વેપારીઓની કરતૂત સામે જામજોધપુરના તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્રોશ દર્શાવ્યો છે તેમના કહ્યા મુજબ વેપારીઓ ખેડતોને ડીએપી ખાતર સાથે 3 નેનોની બોટલ ફરજિયાત ધાબડવામાં આવે છે આ બાબત તાલુકા કોંગી પ્રમુખને નજરે પડતા તેમને આક્રોશ દાખવ્યો છે તેમજ વેપારીઓને ચીમકી આપી છે કે જો તાત્કાલિક આ કાર્યવાહી રોકી અને યોગ્ય કરી નાખો નહિતર આંદોલન સાથે કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવશે.આ અગાઉ પણ ડીએપી ખાતર સાથે નેનોની બોટલ ફરજિયાત પધરાવે છે તેવી લોક ચર્ચા થઈ હતી અને ફરિયાદો ઉઠી હતી.


હાલ ખેડૂતોને વરસાદ બાદ વાવેતર માટે ખાતરની જરૂરિયાત હોય છે,જામજોધપુર સહિત જીલ્લાના અનેક ગામડામાં એગ્રો સેન્ટરમાં ખાતર ખરીદવા જાય ત્યારે ડી, એ.પી. ખાતર સાથે નેનોની ડી.એ.પી.ની બોટલ જે ૬૦૦ રૂપિયા જેવી રકમની થવા થાય છે જે ફરજીયાત પણે ખેડુતોને ખાતર સાથે આપવામાં આવે છે ત્યારે આ અંગે ભુતકાળમાં વિધાનસભામાં પણ રજૂઆત થયેલ ત્યારે કૃષિમંત્રી દ્વારા જણાવાયેલ કે નેનોની બોટલ લેવી ફરજીયાત નથી અને જો કોઈ ખાતર સાથે નેનો બોટલ ફરજીયાત આપશે તો તેમના એગ્રોના લાઇન્સસ રદ કરવામાં આવશે.તેમ જણાવેલ તો હાલ બજારમાં ખાતર સાથે ફરજીયાત પણે અપાતી નેનો ડી. એ. પીની બોટલ સામે વેચાણ ધારકો સામે જો પગલા નહી લેવાય તો આગામી દિવસોમાં કૃષિમંત્રી, કલેકટરને તથા લગત ડિપાર્ટમેન્ટ સહિતના લોકોને લેખીત જાણ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જામજોધપુર તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડાએ આક્રોશ સાથે જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application