જામનગર શહેર સંધી મુસ્લીમ સમાજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણના સિતારાઓનું સન્માનનો આયોજન યોજાયો

  • June 11, 2024 07:15 PM 

જામનગર શહેર સંધી મુસ્લીમ સમાજ ટ્રસ્ટ દ્વારા શિક્ષણના સિતારાઓનું સન્માનનો આયોજન યોજાયો.

આ આયોજન તા.૦૯/૦૬/૨૪ ને રવિવારના રોજ શહેરના સંધી મુસ્લિમ જમાતખાને રાખવામાં આવેલ જેમાં ધો.૧ થી ૧૨ અને કોલેજ,ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી ના વિધાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સન્માન કરવામા આવ્યા હતા.

આ સન્માન સમારોહમા માશાલ્લાહ કુલ "૨૯૩" વિધાર્થીર્થીઓને સન્માન કરવામા આવ્યા હતા. સાથો સાથ આ આયોજનમા ખુબજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની રોનક વધારી હતી. 

આ આયોજનને સફળ બનાવવા જામનગર શહેર સંધી મુસ્લીમ સમાજ ના પ્રમુખ જનાબ હાજીરિઝવાન ભાઈ જુણેજા, ઉપપ્રમુખ મુખ્તારભાઈ સમા, સેક્રેટરી શકિલભાઈ સમા, જો.સેક્રેટરી હાજી ઈરફાનભાઈ નોયડા, ખજાનચી સલીમભાઈ લાખા તથા ટ્રસ્ટીઓ અસ્લમભાઈ જુણેજા, મકસુદભાઈ સોઢા, હુશેનભાઈ નોયડા,હુસેનભાઈ ચના,હસન ભાઈ કુરેશી, આકીબભાઈ જોખીયા,સાહિલ જોખીયા, સાહિલભાઈ ખુરેશી, અયુબભાઈ જોખીયા,ઝહિરભાઈ રાઉમા, અદનાનભાઈ હાલાએ જહેમત ઉઠાવી હતી. સાથે સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન રમઝાનભાઈ નોયડા એ કર્યું હતું.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application