ભારત સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગ દ્વારા રાષ્ટ્રપતિના આદેશથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) માટે દેશભરમાં ખાસ સરકારી વકીલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂકોમાં, જામનગરના નામાંકિત અને સિનીયર ધારાશાસ્ત્રી તથા ૨૦૧૭થી જિલ્લા સરકારી વકીલ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જમનકુમાર કે. ભંડેરીની જામનગર જિલ્લા માટે કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ (Special Public Prosecutor) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેનો સત્તાવાર આદેશ ભારત સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગ દ્વારા ૨ જૂન, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીથી જારી કરવામાં આવ્યો છે.
જમનકુમાર ભંડેરી, કે જેઓ જામનગરમાં તેમની કાયદાકીય કુશળતા અને બહોળા અનુભવ માટે જાણીતા છે, તેઓ હવેથી જામનગર કસ્ટમ્સ કમિશનરેટના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોમાં નોંધાતા તમામ કસ્ટમ્સ સંબંધિત કેસોમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરશે. જામનગર જિલ્લા સરકારી વકીલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જમનકુમાર ભંડેરીએ અનેક જટિલ અને મહત્વપૂર્ણ કેસોમાં સરકાર પક્ષે સફળતાપૂર્વક દલીલો કરી રાજ્યના હિતોનું રક્ષણ કર્યું છે. તેમની આ નવી ભૂમિકામાં, તેઓ જામનગર જિલ્લા અને સેશન્સ કોર્ટ સમક્ષ કસ્ટમ્સ વિભાગના કેસોનું સંચાલન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech