- તા. 25 ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે -
ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરના મહત્વના રેસીડેન્સ વિસ્તાર એસએનડીટી - રામનાથ સોસાયટી વિસ્તારમાં આજથી આશરે 12 વર્ષ પૂર્વે નગરપાલિકા દ્વારા નવી શાક માર્કેટ બનાવવામાં આવી હતી. આ શાક માર્કેટમાં નાના-મોટા કુલ 39 ગાલા (સ્ટોલ) બનાવવામાં આવ્યા હતા. ત્યારે અહીંના જોધપુર ગેઈટ શોપિંગ સેન્ટરની જેમ જ શાકમાર્કેટ માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થતા હવે આ શાક માર્કેટને પણ લોકો માટે ખુલ્લી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આ માર્કેટમાં રહેલા નાના-મોટા કુલ 39 ગાલાઓ (સ્ટોલ)ની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ ગાલા (સ્ટોલ)ને હરાજીથી ભાડાપટ્ટે મેળવવા માટેની જાહેર હરાજી આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે માર્કેટની નજીક આવેલા કોમ્યુનિટી હોલ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં યોજવામાં આવી છે. ત્યારે આ ગાલા (સ્ટોલ) માટેની બુકલેટ તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં મેળવી લઈ અને તારીખ 24 સુધીમાં નિયત રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે નગરપાલિકા કચેરી ખાતે પરત આપવાની રહેશે તેમ જાહેર થયું છે.
આ ભાડાપટ્ટે ગાલા મેળવવા માટેની પ્રત્યેક નાના ગાલાની અપસેટ પ્રાઈઝ રૂપિયા પોણા બે લાખ તેમજ મોટા ગાલાની વધુ રકમ નક્કી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMયુવાને રાષ્ટ્રીય સ્તરની સોફટબોલ સ્પર્ધામાં કર્યુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
May 15, 2025 02:29 PMપોરબંદર જિલ્લામાં વધતુ જતુ ક્ષારનું પ્રમાણ અટકાવવા સરકાર કટિબધ્ધ
May 15, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech