ખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ

  • May 07, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ તથા કેબિનેટ મંત્રીના પ્રયાસો સફળ: ​​​​​​​નોટીસો બાદ ડીમોલીશનની કામગીરી હાથ ધરાશે: પાલીકા ઇજનેર 


ખંભાળિયામાં ઘી નદીની વેલ તથા તેલી નદી પાસેથી ગંદા પાણીના નિકાલની બે યોજના માટે તૈયારી ચાલી રહી છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા ઘી નદી તથા તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરૂ થયો છે અને વ્યાપક દબાણો નોટીસો અપાઈ છે.


ખંભાળિયા પાલિકા વિસ્તારમાં ઘી નદીમાં ગાંડી વેલના પ્રશ્ન તથા ગંદી થતું હોય તથા તેલી નદી પાસે બેઠકથી સુખનાથ મહાદેવ સુધી ગટરનું પાણી ભરાતા વ્યાપક ગંદકી પાણીમાં જાતી હોય, ખંભાળિયાના વતની તથા રિલાયન્સના અગ્રણી તથા સાંસદ પરિમલ નથવાણીની ખાસ રજૂઆત પરથી રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા ઘી તથા તેલી નદીમાં ગંદા પાણીના નિકાલ માટે ખાસ યોજના માટેના ર૭ કરોડ મંજુર કરતા આ યોજનાનું ટેન્ડરીંગ થઈ જતા નગરપાલિકા દ્વારા હાલની હયાત નદી તથા કાયદેસરની નદીની સ્થિતિ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા સિટી સર્વેની ટીમ તથા નક્શા સાથે સર્વે શરૂ કર્યો હતો.


દરમ્યાન મહાપ્રભુજી બેઠકથી છેક સ્ટેશન રોડ, સુખનાથ મહાદેવ સુધી નદીની બન્ને તરફના વિસ્તારોમાં થયેલ દબાણો અંગે સર્વે તથા માપ કર્યા પછી દબાણવાળા આસામીઓને નોટીસો આપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

ખંભાળીયા નગરપાલિકા દ્વારા ઘી નદીમાં પણ રામનાથથી ખામનાથ સુધી બોટ મૂકીને ક્યાં ક્યાં દબાણો થયા છે તેની પણ તપાસ કરવામાં આવી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા તથા ઈજનેર એન.આર. નંદાણિયાની આગેવાનીમાં આ કામગીરી શરૂ થઈ છે. નગરપાલિકાના ઈજનેર નંદાણિયાએ જણાવ્યું હતું કે, આ કરોડોની યોજના કે જે ઘી નદી તથા તેલી નદીમાં જતા ગંદા પાણીના નિકાલ માટેની છે. તેમાં દબાણો હટાવાય તો જ યોજના કાર્યાન્વિત થાય તેમ હોય, તંત્રોને સાથે રાખીને નોટીસો પછી ડિમોલીશનની કામગીરી પણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application