કોલકાતાના દુર્ગા પંડાલમાં નાસભાગ, 17 લોકોના મોત અને 25થી વધુ ઘાયલ

  • October 17, 2026 10:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલકાતામાંથી એક મોટા દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી નાસભાગ (સ્ટેમ્પીડ) જેવી ગંભીર સ્થિતિને કારણે 17 લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં 25 થી વધુ લોકો ઘાયલ થયા છે, અને ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના પંડાલના સ્ટ્રક્ચરમાં ખામી સર્જાવાની આશંકા અને અચાનક થયેલી ભારે ભીડ તથા વરસાદના કારણે ઘટી હતી. સ્થિતિ વણસતા પંડાલની અંદર અને બહાર ભારે નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ દબાઈ ગયા હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી.


​​​​​​​ઘટનાની જાણ થતા જ પોલીસ અને રાહત તથા બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત કાર્યો જોરમાં ચાલી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application